RTE માં મફત એડમિશન માટે કોણ અરજી કરી શકે? ફૉર્મ ભરવું હોય તો આટલા ડોક્યુમેન્ટ હાથવગા કરી લો
RTE Gujarat Admission 2024: RTE (Right to Education) હેઠળ શાળા પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર 2024-25 અંતર્ગત પ્રવેશ પ્રકિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી પહેલી જૂન 2024ના રોજ છ વર્ષ પુરા થયેલા હશે તેવા જ બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રાઈટ ટુ એજુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો ચાલો જાણીએ કે તેના માટે કોણ અરજી કરી શકે છે અને ફૉર્મ ભરવા માટે કેટલા ડોક્યુમેન્ટની (Documents required for application of RTE Gujarat) જરૂર હોય છે.
ADVERTISEMENT
RTE Gujarat Admission: RTE (Right to Education) હેઠળ શાળા પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર 2024-25 અંતર્ગત પ્રવેશ પ્રકિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી પહેલી જૂન 2024ના રોજ છ વર્ષ પુરા થયેલા હશે તેવા જ બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રાઈટ ટુ એજુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 14 માર્ચથી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો ચાલો જાણીએ કે તેના માટે કોણ અરજી કરી શકે છે અને ફૉર્મ ભરવા માટે કેટલા ડોક્યુમેન્ટની (Documents required for application of RTE Gujarat) જરૂર હોય છે.
RTE 2024-25 માટે કોણ અરજી કરી શકે છે?
(RTE Gujarat Admission Eligibility)
- જે બાળકોનો જન્મ 1 જૂન, 2018 થી 31 મે, 2019 ની વચ્ચે થયો હોય.
- જે બાળકો ગુજરાતમાં રહેતા હોય.
- જે બાળકોનું વાર્ષિક કૌટુંબિક આવક ₹1,00,000 થી ઓછી હોય.
RTE documents:- ગુજરાત પ્રવેશ 2024-25 માટે જરૂરી દસ્તાવેજો
બાળકના દસ્તાવેજો:
- જન્મ પ્રમાણપત્ર
- રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
- જાતિ અને આવકનો દાખલો (જો લાગુ હોય તો)
- બાળકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
- અન્ય કોઈપણ જરૂરી દસ્તાવેજ જે શાળા દ્વારા માંગવામાં આવે
વાલીના દસ્તાવેજો:
- આધાર કાર્ડ
- રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ, વીજળી બિલ, વોટર બિલ)
- આવકનો દાખલો
RTE 2024-25 માટે અરજી કેવી રીતે કરવી?
વાલીઓએ RTE ગુજરાતના ઓનલાઈન પોર્ટલ (https://rte.orpgujarat.com/) પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
ફોર્મ ભરતી વખતે, વાલીઓએ જરૂરી દસ્તાવેજોની સ્કેન કરેલી નકલો અપલોડ કરવાની રહેશે.
ફોર્મ ભર્યા પછી, વાલીઓએ તેનો પ્રિન્ટ આઉટ કાઢી રાખવાનો રહેશે.
ADVERTISEMENT
શું છે RTE?
શિક્ષણનો અધિકાર કાયદો 2009 (RTE) દેશમાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવા માટે લાવવામાં આવ્યો હતો. તે 6 થી 14 વર્ષની વયના બાળકોને મફત શિક્ષણની ખાતરી આપે છે. આ અધિનિયમના આ અમલથી ભારત વિશ્વના 135 દેશોમાંનો એક એવો દેશ બન્યો કે જ્યાં શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. જો કે આ પછી પણ આવી અનેક ખામીઓ અને પડકારો છે જેના કારણે દેશના હજારો બાળકો ફરજિયાત શિક્ષણથી વંચિત રહે છે. તો ચાલો આજે આપણે શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 નું મહત્વ અને ઉદ્દેશ્ય શું છે તેના વિશે સમજવાનો પ્રયત્ન કરીએ.
શિક્ષણ અધિકાર અધિનિયમ 2009 નો મુખ્ય ઉદ્દેશ
- 6 થી 14 વર્ષની વયના દરેક બાળકને મફત પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવું
- 6 થી 14 વર્ષની વય જૂથના દરેક બાળકની ફરજિયાત નોંધણી, હાજરી અને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવું.
- કલમ 6 હેઠળ, બાળકોને પડોશની કોઈપણ શાળામાં પ્રવેશ લેવાનો અધિકાર છે.
- આ કાયદો નબળા વર્ગો અને વંચિત જૂથોના બાળકો સાથે ભેદભાવ ન થાય તે સુનિશ્ચિત કરે છે
- જો એવું બાળક હોય કે જે 6 વર્ષની ઉંમરે કોઈપણ શાળામાં એડમિશન ન લઈ શક્યું હોય તો તે તેની ઉંમર પ્રમાણે પછીથી ક્લાસમાં એડમિશન લઈ શકે છે.
- જો કોઈપણ શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવાની જોગવાઈ ન હોય તો, વિદ્યાર્થીને અન્ય કોઈપણ શાળામાં ટ્રાન્સફર કરવાનો અધિકાર આપવામાં આવશે.
- ખાનગી અને વિશેષ શ્રેણીની શાળાઓએ પણ આર્થિક રીતે નબળા સમુદાયના બાળકો માટે વર્ગ 1 માં 25% બેઠકો અનામત રાખવાની રહેશે.
- કોઈપણ બાળકને કોઈપણ વર્ગમાં પ્રવેશ લેતા અટકાવવામાં આવશે નહીં કે તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવશે નહીં.
ADVERTISEMENT