સુરતમાં વધુ એક ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના, પ્રેમિકાની બીજે સગાઈ નક્કી થતા પ્રેમીએ ક્રૂરતાપૂર્વક હત્યા કરી
Surat Crime News: સુરતમાં દોઢ વર્ષ પહેલા ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા જેવો વધુ એક કાંડ ગુરુવારે સચિન GIDCમાં બન્યો છે. પ્રેમીએ પેચિયાથી પ્રેમિકાના મોઢા પર…
ADVERTISEMENT
Surat Crime News: સુરતમાં દોઢ વર્ષ પહેલા ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા જેવો વધુ એક કાંડ ગુરુવારે સચિન GIDCમાં બન્યો છે. પ્રેમીએ પેચિયાથી પ્રેમિકાના મોઢા પર ઘા કર્યો અને પથ્થરથી આખું માથું છૂંદી નાખ્યું હતું. પ્રેમિકાની હત્યા બાદ યુવક 10 મિનિટ સુધી લાશની બાજુમાં જ બેસી રહ્યો. આજુબાજુમાં લોકોનું ટોળું પણ હજું, પરંતુ કોઈએ યુવતીને બચાવી નહીં અને બધા મોતનો તમાશો જોતા રહ્યા. આરોપીને યુવતી સાથે 3 વર્ષથી પ્રેમ સંબંધ હતા, જોકે સગપણની વાત ચાલતી હોવાથી યુવતીએ પ્રેમ સંબંધ તોડી નાખ્યા હતા.
યુવત-યુવતીનો 3 વર્થી પ્રેમ સંબંધ હતો
વિગતો મુજબ, સુરતના સચિન GIDC વિસ્તારમાં શૈલેષ વિશ્વકર્મા અને નિલુકુમારી વિશ્વકર્મા બંનેનો 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને પાડોશી હતા. જોકે શૈલેષના સ્વભાવમાં બદલાવ આવતા તે માનસિક રીતે ત્રાસ આપતા, આથી નિલુકુમારીએ પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો અને અન્ય યુવત સાથે સગાઈ નક્કી કરી હતી. જે વાત સહન ન થતા શૈલેષે બદલો લેવાનું વિચાર્યું. ગુરુવારે સચિને શિલુના મોઢા પર પેચિયું માર્યું અને બાદમાં પથ્થરથી માથું છૂંદી નાખીને હત્યા કરી નાખી.
નવરાત્રીમાં યુવતીની સગાઈ હતી
નિલુકુમારીના પિતાના જણાવ્યા મુજબ, આરોપીના પિતાએ પણ અગાઉ હત્યાની ઘમકી આપી હતી. નવરાત્રી પર જ નિલુની સગાઈ હતી. ઘટના સમયે ઘરમાં તેમની વહુ અને દીકરી એકલા હતા. એવામાં તકનો લાભ લઈને પાડોશમાં જ રહેતો શૈલેષ આવ્યો અને નિલુ પર હુમલો કરી દીધો. તેને બચાવવા માટે ભાભી આવતા શૈલેષ તેમને પણ મારવા માટે પાછળ દોડ્યો હતો.
ADVERTISEMENT
હત્યા બાદ લાશની બાજુમાં બેસી રહ્યો આરોપી
નિલુના ચહેરા પર પથ્થર મારી મારીને ચહેરો વિકૃત કરી નાખ્યા બાદ આરોપી 10 મિનિટ સુધી લાશની બાજુમાં બેસી રહ્યો. આ બાદ ત્યાંથી નાસી ગયો હતો. યુવતીના મોતની જાણ થતા જ પોલીસે હત્યારા શૈલેષને ઝડપી લીધો હતો અને અટકાયત બાદ તેની પૂછપરછ હાથ ધરવાામં આવી હતી.
ADVERTISEMENT