Rajkot News: 4 વર્ષના બાળકને રમતાં રમતાં મળ્યું મોત, રાજકોટનો ચોંકાવનારો કિસ્સો

Gujarat Tak

ADVERTISEMENT

Rajkot Latest News: રાજકોટ શહેરમાં માતા-પિતા માટે  લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર આવેલા કસ્તુરી ઓરમ એપાર્ટમેન્ટમાં મંગળવારના રોજ સાંજના સમયે અમૃત વિશ્વકર્મા નામનું બાળક પાણી સાથે રમતા રમતા સ્વિમિંગ પૂલમાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગુરૂવારના રોજ જે સ્વિમિંગ પૂલમાં પડી જવાથી બાળકનું મૃત્યુ થયું હતું એ જ સ્વિમિંગ પૂલની બાજુમાં બાળકની મરણ બાબતની વિધિ નેપાળી પરિવાર દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

social share
google news

Rajkot Latest News: રાજકોટ શહેરમાં માતા-પિતા માટે  લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના ન્યુ 150 ફૂટ રીંગ રોડ પર આવેલા કસ્તુરી ઓરમ એપાર્ટમેન્ટમાં મંગળવારના રોજ સાંજના સમયે અમૃત વિશ્વકર્મા નામનું બાળક પાણી સાથે રમતા રમતા સ્વિમિંગ પૂલમાં પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગુરૂવારના રોજ જે સ્વિમિંગ પૂલમાં પડી જવાથી બાળકનું મૃત્યુ થયું હતું એ જ સ્વિમિંગ પૂલની બાજુમાં બાળકની મરણ બાબતની વિધિ નેપાળી પરિવાર દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેમજ સમગ્ર મામલે મૃતકના પિતા લોકેશ વિશ્વકર્માએ પોતે પોતાની રૂમમાં સૂતો હતો તે દરમિયાન બનાવ બન્યો હોવાનું પણ કબૂલ્યું છે.

સ્વિમિંગ પૂલમાં પડી જતાં બાળકે જીવ ગુમાવ્યો

આ ઘટનામાં જે બાળકનું મોત થયું છે તેનું નામ અમૃત હતું. આ બાળકના માતા-પિતાની બેદરકારીના લીધે આજે તેને આ દુનિયાને અલવિદા કહી દીધું છે.સાથે જ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે, જે જગ્યાએ બાળકનું મૃત્યુ થયું હતું એ જ જગ્યાએ પરિવારજનો હાલ બાળકની મરણ વિધિ પણ કરી રહ્યા છે. ઘટના ક્રમ વિશે વાત કરવામાં આવે તો મંગળવારના રોજ સાંજના ચાર વાગ્યાના અરસામાં કસ્તુરી એપાર્ટમેન્ટમાં આવેલા સ્વિમિંગ પૂલ પાસે પાંચ જેટલા બાળકો રમી રહ્યા હતા. ત્યારે દિનેશ નામના નેપાળીની પત્ની દ્વારા સ્વિમિંગ પૂલની આસપાસ રમી રહેલા બાળકોને સ્વિમિંગ પુલ પાસેથી અન્યત્ર જગ્યાએ ખસેડવામાં પણ આવ્યા હતા.  

બાળકને બચવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો

ઘટના સમયે તે એપાર્ટમેન્ટમાં પાંચમા માળે રહેતા એક વ્યક્તિ ગેલેરીમાંઠી જોયું કે સ્વિમિંગ પૂલમાં કોઈ બાળક ડૂબી રહ્યું છે. ત્યારબાદ સ્વિમિંગ પૂલમાં પડીને બાળકને બચાવવાનો પ્રયાસ પણ કરે છે અને ત્યારબાદ સોસાયટીના રહીશો દ્વારા બાળકને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. 
 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT