અમદાવાદમાં ખરીદી કરવા આવેલા ઉપલેટાના કાપડ વેપારીનું 2 સેકન્ડમાં હાર્ટ એટેકથી મોત
Ahmedabad News: ગુજરાતમાં ફરી એકવાર હાર્ટ એટેકની ઘટનામાં વેપારીનું મોત થયાની ઘટના સામે આવી છે. મૂળ રાજકોટના ઉપલેટાના વેપારીને ઊભા ઊભા અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો અને નીચે પડી ગયો.
ADVERTISEMENT
Ahmedabad News: ગુજરાતમાં ફરી એકવાર હાર્ટ એટેકની ઘટનામાં વેપારીનું મોત થયાની ઘટના સામે આવી છે. મૂળ રાજકોટના ઉપલેટાના વેપારીને ઊભા ઊભા અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો અને નીચે પડી ગયો. આ પછી લોકો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં તેનું મોત થઈ ગયું. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
આ પણ વાંચો: Good News: 100 રૂપિયા સસ્તો થઈ ગયો LPG સિલિન્ડર, મહિલા દિવસ પર PM મોદીની મોટી ભેટ
રાજકોટના વેપારીને અમદાવાદમાં હાર્ટ એટેક
મળતી માહિતી મુજબ 40 વર્ષીય ઇલ્યાસ દેવલા નામનો વેપારી રાજકોટ જિલ્લાના ઉપલેટાનો રહેવાસી હતો. ઇલ્યાસ કપડાનો વ્યવસાય કરતો હતો. તેમની ઉપલેટામાં ચોઈસ નામની રેડીમેડ કપડાની દુકાન છે. તે દુકાનનો સામાન લેવા અમદાવાદ ગયો આવ્યો હતો. જ્યારે તે બજારમાં અન્ય વ્યક્તિ સાથે ઊભો હતો ત્યારે અચાનક તેને છાતીમાં દુખાવો થવા લાગ્યો.
કાપડ ખરીદવા આવ્યો હતો
આ દરમિયાન ઇલ્યાસે નજીકના વ્યક્તિના ખભા પર ટેકો લીધો, તે પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યો અને પડી ગયો. ઇલ્યાસને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના લોકોમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. અમદાવાદમાં ઇલ્યાસના મોતથી તેના પરિવારમાં ભારે શોકની લાગણી ફેલાઇ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: પોલીસ ભરતીને રાજ્ય સરકારની લીલી ઝંડી, PSI ની ભરતી માટે નવા નિયમો, જાણો વિગતવાર
હાર્ટ એટેકના લક્ષણો શું છે?
હાર્ટ એટેક સામાન્ય રીતે ત્યારે થાય છે જ્યારે લોહી ગંઠાવાથી હૃદયમાં લોહીનો પ્રવાહ અવરોધાય છે. લોહી ન મળવાથી ધમનીઓ ઓક્સિજન ગુમાવે છે, અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે. હૃદયરોગના હુમલાના લક્ષણોમાં છાતી, ગરદન, પીઠ અથવા હાથમાં જકડાઈ જવું અથવા દુખાવો થવો, તેમજ થાક, ચક્કર, અસામાન્ય ધબકારાનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT