રાજકોટમાં વોકળાનો સ્લેબ તૂટવા મામલે મોટો ખુલાસો, બિલ્ડરની લાલચે લોકોના જીવ જોખમમાં મૂકી દીધા!
Rajkot News: રાજકોટના સર્વેશ્વર ચોકમાં રવિવારે વોકળાનો સ્લેબ તૂટી પડવાની ઘટના સામે આવી હતી. ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. વોકળા પર સ્લેબના બાંધકામને…
ADVERTISEMENT
Rajkot News: રાજકોટના સર્વેશ્વર ચોકમાં રવિવારે વોકળાનો સ્લેબ તૂટી પડવાની ઘટના સામે આવી હતી. ઘટના બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. વોકળા પર સ્લેબના બાંધકામને મંજૂરી કેમ અપાઈ તે પણ પ્રશ્ન થઈ રહ્યો છે. ત્યારે મીડિયા રિપોર્ટ્સમાં સામે આવ્યું છે કે, આ વોકળાને 1991-92માં મંજૂરી આપવામાં આવી હતી, તે સમયે રાજકોટમાં વજુભાઈ વાળા મેયર અને વિજય રૂપાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે હતા.
બિલ્ડરે નિયમો નેવે મૂકી બનાવ્યો સ્લેબ
90ના દાયકામાં રાજકોટમાં અનેક વોકળાઓ વેચી દેવાયા હતા. રાજકોટમાં વોકળાનો સ્લેબ પડ્યો તે બિલ્ડિંગનો પ્લાન શિવ ડેવલપર્સ નામની પેઢીએ મૂક્યો હતો. દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, જે જે સ્થળોએ વોકળા બન્યા છે ત્યાં મનપાએ સ્લેબ ભર્યા છે. આ સ્લેબની જાડાઈ 20 સેમીની રખાઈ છે. જ્યારે માણસો અને વાહનોની અવરજવર હોય તેવા સ્લેબની જાડાઈ 40 સેમીની રાખવી પડે. જોકે બિલ્ડરે માત્ર 15 સેમીની જાડાઈનો જ સ્લેબ ભર્યો હોવાનું સામે આવ્યું છે.
ભાજપે કોંગ્રેસ પર આક્ષેપ કર્યા
ખાસ છે કે સ્લેબ તૂટી પડવાની ઘટના બાદ રાજકોટમાં રાજકારણ શરૂ થઈ ગયું છે અને ભાજપ દ્વારા આક્ષેપ કરાયા છે કે બાંધકામ વખતે સત્તા કોંગ્રેસની હતી તેમ કહીને ભાજપના નેતાઓ પોતે જવાબદારીમાંથી છટકબારી શોધી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસે આ મામલે કલેક્ટરને આવેદન આફીને મહાનગરપાલિકાના પર્યાવરણ, બાંધકામ અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ તથા જવાબદારો સામે ગુનો નોંધવાની રજૂઆત કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT