EWS આવાસ યોજનાના ફોર્મ ભરવામાં આ 7 બાબતોનું ખાસ ધ્યાન રાખજો, ભૂલ થઈ તો ફોર્મ રદ થઈ જશે

ADVERTISEMENT

EWS scheme
EWS scheme
social share
google news

Pradhan Mantri Awas Yojana: અમદાવાદમાં સસ્તું ઘરનું ઘર શોધી રહેલા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS કેટેગરીના આવાસ યોજનાના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આવાસ યોજનાના ફોર્મ ભરવા માટે અરજદાર https://ewsapplicationform.ahmedabadcity.gov.in/ વેબસાઈટ પર જવાનું રહેશે. ફોર્મ ભરવાની આ પ્રક્રિયા 13 મે 2024 સુધી ચાલશે. જોકે ફોર્મ ભરવામાં કેટલીક ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો નહીંતર ફોર્મ રદ થઈ શકે છે. 

આ પણ વાંચો: Accident News: ધ્રાંગધ્રા-માલવણ હાઈવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો, કાર ટ્રક પાછળ ઘુસી જતાં 3 યુવકોના મોત

ફોર્મ ભરવામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું?

  • કોઈ વ્યક્તિ એકથી વધારે ફોર્મ ભરશે તો તેનું ફોર્મ રદ થઈ જશે.
  • 18 વર્ષથી ઓછી વયના વ્યક્તિએ ફોર્મ ભર્યું હોય તો તે રદ થશે.
  • ફોર્મમાં તમામ વિગતો ભરવાની રહેશે, જો ફોર્મ અધુરું હશે તો પણ તે રદ થશે.
  • વાર્ષિક 3 લાખ રૂપિયાથી વધારે આવક ધરાવતા લોકો ફોર્મ ભરશે તો તેમનું પણ ફોર્મ રદ થશે.
  • અનાતમ કેટેગરીના અરજદારોએ જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત કરેલી રકમ ફોર્મ સાથે જોડવાનું રહેશે. જો નકલ નહીં જોડવામાં આવે તો ફોર્મ રદ થશે.
  • ફોર્મમાં ભરેલી માહિતી ખોટી જણાય તો પણ તે રદ થશે.
  • રહેઠાણ અને ઓળખ બંનેના પુરાવા જરૂરી રહેશે. જેમાં ઓળખના પુરાવામાં ફોટો દેખાતો હોવો ફરજિયાત છે, જ્યારે રહેણાંકના પુરાવામાં સરનામું દર્શાવતું હોવું ફરજિયાત છે. જો દસ્તાવેજમાં આ માહિતી ન હોય તો પણ તે રદ થશે.  

આ પણ વાંચો: કાજલ હિન્દુસ્તાનીનું પાટીદાર દીકરીઓ વિશે વિવાદિત નિવેદન, પાટીદાર સમાજમાં ભારે રોષ

આવાસ યોજનાનું ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો

  1. અરજદારનો ફોટો
  2. અરજદારનું આધારકાર્ડ તથા ઘરના તમામ સભ્યોનું આધારકાર્ડ
  3. આવકનો દાખલો
  4. અરજદારની બેન્ક કેન્સલ ચેક
  5. ઓળખ પુરાવો
  6. રહેઠાણનો પુરાવો (લાઈટબીલ/રેશનકાર્ડ/ભાડા કરાર)માંથી કોઈ એક
  7. અરજદારનો જાતિનો દાખલો (SC/ST/OBC વર્ગ માટે)
  8. BPL કાર્ડની કોપિ
  9. સોગંદનામું (સેલ્ફ ડિક્લેરેશન)

આ પણ વાંચો: Voter Id Card: ઘરે બેઠા ઓનલાઈન બનાવો નવું ચૂંટણી કાર્ડ, જાણો ક્યાં ડોક્યુમેન્ટની પડશે જરૂર

કેટલી હશે મકાનની કિંમત?

EWS-2 કેટેગરીના આ મકાનો માટે 15 માર્ચ 2024થી 13 મે 2024 સુધી ફોર્મ ભરી શકાશે. ફોર્મ ભરવા માટે અરજદારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. મકાનની કિંમત 5,50,000 રૂપિયા રહેશે અને મેઈન્ટેનન્સની રકમ રૂ.50,000 એમ લાભાર્થીએ કુલ 6 લાખ રૂપિયા ભરવાના રહેશે. આ મકાન 35 ચો.મી.થી વધુ અને 40 ચો.મીથી ઓછા કાર્પેટ એરિયા ધરાવતા હશે. 

આવાસ યોજનામાં શું સુવિધાઓ મળશે?

સરકારની જાહેરાત મુજબ, આ આવાસ યોજનામાં આકર્ષક એલિવેશન, વિટ્રીફઆઈડ ટાઈલ્સ, મુખ્ય દરવાજામાં બન્ન બાજુએ લેમીનેટેડ ફ્લશ શીટ, પાર્કિગ તેમજ અન્ય જરૂરી જગ્યાએ પેવર બ્લોકનું પેવીંગ, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, પરકોલેટીંગ વેલ, ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, સોલાર પેનલ, પાઉડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ સ્લાઈડીંગ વિન્ડોઝ, કેમ્પસમાં આર.સી.સી રસ્તા, ગ્રીન બિલ્ડીંગ કન્સેપ્ટ મુજબનું બાંધકામ, સ્ટ્રીટ લાઈટ તથા પીએનજી કનેક્શન મળશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT