Voter Id Card: ઘરે બેઠા ઓનલાઈન બનાવો નવું ચૂંટણી કાર્ડ, જાણો ક્યાં ડોક્યુમેન્ટની પડશે જરૂર

ADVERTISEMENT

Voter Id Card
ઘરે બેઠા બનાવો નવું ચૂંટણી કાર્ડ
social share
google news

Election 2024: ચૂંટણી પંચ (EC) એ 18મી લોકસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. દેશમાં લોકસભા 2024ની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. ચૂંટણી પહેલા સરકાર મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે પણ પૂરતા પ્રયાસો કરી રહી છે. આમ પણ વોટર લિસ્ટ (મતદાર યાદી)માં નામ ઉમેરવું હવે ખૂબ જ સરળ બની ગયું છે. જો તમારી ઉંમર 18 વર્ષ કે તેનાથી વધુ છે, તો તમે ઘરે બેઠા જ મતદાર યાદીમાં તમારું નામ ઉમેરી શકો છો. ચાલો તમને જણાવીએ રીત...


ઘરે બેઠા ચૂંટણી કાર્ડ માટે કરો અરજી

- ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન અરજી કરવા માટે https://voters.eci.gov.in/ પર જાઓ અને ડાબી બાજુએ દેખાતા ફોર્મ 6ના ઓપ્શન પર ક્લિક કરો. 
- આ પછી મોબાઈલ નંબરથી તમારું આઈડી બનાવો અને લોગિન કરો.
- લોગિન કર્યા બાદ ફરીથી ફોર્મ 6ના ઓપ્શન પર ક્લિક કરો. જે બાદ તમારું રાજ્ય, જિલ્લો અને શહેરને પસંદ કરો. 
- તમારી મહત્વપૂર્ણ જાણકારી જેમ કે મોબાઈલ નંબર, સરનામું, વિધાનસભા ક્ષેત્ર દાખલ કરો.
- આ પછી તમારા માતા-પિતાના ચૂંટણીકાર્ડ નંબર (વોટર આઈડી નંબર) અને નામ દાખલ કરો. 
- આ પછી આધાર નંબર, જન્મ તારીખ દાખલ કરો અને આધાર કાર્ડનો ફોટો અને જન્મ પ્રમાણપત્ર (બર્થ સર્ટિફિકેટ)નો ફોટો અપલોડ કરો.
- છેલ્લે કેપ્ચા કોડ દાખલ કરો અને ફોર્મ સબમિટ પર ક્લિક કરો.
- ફોર્મ સબમિટ કર્યાના લગભગ 1 મહિનાની અંદર જ તમારા ઘરે ચૂંટણી કાર્ડ પહોંચી જશે.
- સબમિશન કર્યા પછી તમને એક રસીદ નંબર મળશે જેની મદદથી તમે એક અઠવાડિયા પછી ગમે ત્યારે તમારા મતદાર ફોર્મનું સ્ટેટસ ચેક કરી શકશો. 
- જો તમારું ફોર્મ રિજેક્ટ થશે તો પણ તમને આ નંબર પરથી તેની માહિતી મળશે.

મતદાર યાદીમાં નામ આ રીતે તપાસો

- સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ Electoralsearch.in પર જાઓ.
- અહીં તમે તમારું નામ, પિતા અથવા પતિનું નામ, જાતિ અને ઉંમર ભરો.
- પછી નીચે આપેલ રાજ્ય, જિલ્લા અને વિધાનસભા મતવિસ્તાર પસંદ કરો.
- છેલ્લે આપેલ કોડ ભર્યા બાદ સર્ચ ઓપ્શન પર ક્લિક કરો.
- જો તમારું નામ મતદાર યાદીમાં હશે તો તે જાહેર થશે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT