World Cup 2023: 50 સદી ફટકારનાર કોહલી અને 7 વિકેટ લેનારા શમીને અમદાવાદ પહોંચતા જ ખાસ ફૂડ પિરસાયું
Ahmedabad News: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની સેમિફાઈનલ મેચમાં ભારતનો 70 રને વિજય થયો હતો અને ટીમ હવે ફાઈનલમાં પહોંચી ગઈ છે.…
ADVERTISEMENT
Ahmedabad News: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની સેમિફાઈનલ મેચમાં ભારતનો 70 રને વિજય થયો હતો અને ટીમ હવે ફાઈનલમાં પહોંચી ગઈ છે. રવિવારે ફાઈનલ મેચ પહેલા ભારતીય ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે અને ITC નર્મદામાં રોકાઈ છે. સેમિફાઈનલ જીતીને અમદાવાદ આવેલી ભારતીય ટીમનું એરપોર્ટ અને હોટલ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમાં પણ જીતના હિરો વિરાટ કોહલી અને મોહમ્મદ શમીનું હોટલમાં ખાસ અંદાજમાં સ્વાગત કરાયું હતું.
હોટલમાં કોહલી-શમીને શું ખાસ ફૂડ પિરસાયું?
ગુરુવારે અમદાવાદ પહોંચેલી ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને ITC નર્મદા હોટલમાં રોકાણ અપાયું છે. ત્યારે ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટ લેનારા શમી અને 50 સદી મારનારા વિરાટ કોહલી માટે ITC નર્મદા દ્વારા ખાસ ફૂડ મેનુ તૈયાર કરાયું હતું. બંને ખેલાડીઓને પિનટ બટર, મલ્ટી મિલેટ બ્રાઉની તલ, જુવાર પાક, અંજીર અને રાજગરાના પેંડા, રાગિ મિલેટ્લ, બનાના વોલનટ કેક, પફ બાજરા મિલેક કૂકી, રાજગરા અને જુવારના લાડુ પિરસવામાં આવ્યા હતા.
Team India's arrival at Team Hotel in Ahmedabad ❤️#viratkohli pic.twitter.com/lv8jMxF1CN
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrogn_edits) November 16, 2023
ADVERTISEMENT
રવિવારે રમાશે ભારત-ઓસ્ટ્રેલિયાની ફાઈનલ
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે જીતીને વર્લ્ડકપ ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. તો ઓસ્ટ્રેલિયાની ટીમે ગઈકાલે ગુરુવારે ઈડન ગાર્ડન્સમાં સાઉથ આફ્રિકાને હરાવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. આગામી રવિવારે બંને ટીમો ફાઈનલ મેચમાં આમને સામને ટકરાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT