Rahul Gandhiના નિવેદનનો વિરોધ, અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં ઘુસી હિન્દુ સંગઠનોનો વિરોધ

ADVERTISEMENT

કોંગ્રેસ કાર્યાલયમાં વિરોધની તસવીર
Congress
social share
google news

Ahmedabad Congress Party Office Attacked: લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા સોમવારે એક નિવેદન આપવામાં આવ્યું હતું. જે નિવેદનને લઈને અમદાવાદમાં આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પહોંચીને ભારે ધમાલ કરી હતી. એટલું જ નહીં રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળો સ્પ્રે છાંટીને બેનરો ફાડ્યા હતા. સમગ્ર ઘટના બાદ પોલીસનો કાફલો કોંગ્રેસના કાર્યાલયની બહાર ખડકી દેવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીના પોસ્ટર્સ પર કાળો સ્પ્રે માર્યો

અમદાવાદમાં કોંગ્રેસના કાર્યાલય ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો ભારે રોષ સાથે પહોંચ્યા હતા અને વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યાલયને તાળાબંધી કરી હતી. રાહુલ ગાંધીના પોસ્ટર્સ પર હિન્દુ સંગઠનના કાર્યકરોએ કાળો સ્પ્રે માર્યો હતો અને 'હિન્દુ મતલબ હિંસા' લખેલા રાહુલ ગાંધીના પોસ્ટર્સ લગાવ્યા હતા.

અમિત ચાવડાએ ટ્વીટ કરીને ભાજપ પર સાધ્યું નિશાન

કોંગ્રેસના કાર્યાલય પર હુમલાને લઈને અમિત ચાવડાએ X પર પોસ્ટ કરીને ભાજપના લોકોએ રાતના અંધારામાં કોંગ્રેસના કાર્યાલય પર પથ્થર ફેંકવાની કાયરતાપૂર્ણની હરકત કરી હોવાનું કહ્યું હતું. તેમણે લખ્યું કે, અમે હુમલો કરનારા ભાજપ, RSSના નેતાઓને કહેવા માંગીએ છીએ કે હિંમત હોય તો સામે આવીને લડો. ગુજરાતમાં અમે તમને સત્ય-અહિંસાના હથિયારથી જ હરાવીશું. 

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT