Ahmedabad એરપોર્ટ પર ગંભીર બેદરકારી, ઓસ્ટ્રેલિયાથી લવાયેલા યુવકના મૃતદેહને અન્ય વ્યક્તિને સોંપી દીધો
Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી લાવવામાં આવેલા વિદ્યાર્થીના મૃતદેહને પરિવાર તરફથી વેરિફિકેશન કર્યા વિના અન્ય કોઈને સોંપવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદ એરપોર્ટ પર ઓસ્ટ્રેલિયાથી લાવવામાં આવેલા વિદ્યાર્થીના મૃતદેહને પરિવાર તરફથી વેરિફિકેશન કર્યા વિના અન્ય કોઈને સોંપવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યારે પરિવારને એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સ્વજનનો મૃતદેહ લેવા પહોંચ્યા ત્યારે જાણ થઈ કે તેને તો અન્ય કોઈ વ્યક્તિને સોંપી દેવામાં આવ્યા છે. ગંભીર બેદરકારીની સામે DGCA અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ફરિયાદ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: મોડાસામાં કમલમ બહાર ભિખાજીના સમર્થકોનો વિરોધ, શોભનાબેન બારૈયા પાછલા દરવાજેથી ભાગ્યા
ઓસ્ટ્રેલિયાથી વિદ્યાર્થીનો મૃતદેહ અમદાવાદ લવાયો હતો
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 27 માર્ચે ઓસ્ટ્રેલિયાથી આવેલી ફ્લાઈટમાં સુરેન્દ્રનગરના ઝીલ ખોખરા નામના યુવકનો મૃતદેહ વતન લવાયો હતો. જ્યારે પરિવાર મૃતદેહ લેવા માટે એરપોર્ટ પહોંચ્યો ત્યારે જાણવા મળ્યું કે, જે સ્વજનના મૃતદેહને ઓસ્ટ્રેલિયાથી એર ઈન્ડિયાની કાર્ગો ફ્લાઈટમાં અમદાવાદ લાવવામાં આવ્યો હતો, તે મુંબઈની કંપનીનો સ્પેર પાર્ટ હોવાનું માનીને અમદાવાદની કોર્પોરેટ ઓફિસમાં મોકલી દેવામાં આવ્યો હતો. મૃતદેહને સોંપવામાં એર ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલી આશ્ચર્યજનક ભૂલ માટે એરપોર્ટ ઓથોરિટીને જવાબદાર ઠેરવવામાં આવી હતી.
આ પણ વાંચો: Morbi: વાંકાનેરમાં સામે આવી ઓનરકિલિંગની ઘટના, પ્રેમ સંબંધમાં માતા-પિતા અને બહેને સગીરાની હત્યા કરી
દરિયામાં ડૂબી જતા થયું હતું યુવકનું મોત
તમને જણાવી દઈએ કે, અમદાવાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં કાર્ગો ફ્લાઈટનો ટ્રાફિક રહે છે. ગુજરાતના સુરેન્દ્રનગરમાં રહેતા ઝિલ ખોખરનો મૃતદેહ ઓસ્ટ્રેલિયાથી કાર્ગો ફ્લાઈટમાં લાવવામાં આવ્યો હતો. 17 માર્ચના રોજ ઝીલનું વિક્ટોરિયા બીચ પર નાહવા જતા દરિયામાં ડૂબી જવાના કારણે અવસાન થયું હતું. આથી ઓસ્ટ્રેલિયાથી તેના મૃતદેહને અમદાવાદ લવાયો હતો. પરંતુ જ્યારે મૃતદેહ અમદાવાદ પહોંચ્યો ત્યારે પરિવારને જાણ થઈ કે લાશ અન્ય કોઈને સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT