Ahmedabad: ચોથામાળેથી કૂદવાની તૈયારીમાં હતી યુવતી, ઉપરથી દોરડું બાંધીને આવ્યો ફાયર જવાન અને...
Ahmedabad: અમદાવાદ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરતા આપઘાત કરવા જતી યુવતીને બચાવી લેવામાં આવી છે. શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા X પર વીડિયો પોસ્ટ કરીને બહારદૂર પોલીસ અને ફાયરના જવાનોની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે.
ADVERTISEMENT

Ahmedabad: અમદાવાદ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરતા આપઘાત કરવા જતી યુવતીને બચાવી લેવામાં આવી છે. શહેર પોલીસ દ્વારા સોશિયલ મીડિયા X પર વીડિયો પોસ્ટ કરીને બહારદૂર પોલીસ અને ફાયરના જવાનોની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે. જોકે આ વીડિયો શહેરના કયા વિસ્તારનો છે અને યુવતી શા માટે આપઘાત કરવા જઈ રહી હતી તેનું કારણ સામે આવ્યું નથી.
બાલ્કનીમાંથી કૂદવાની તૈયારી કરતી યુવતીને બચાવાઈ
અમદાવાદ પોલીસ દ્વારા X પર એક વીડિયો પોસ્ટ કરીને લખાયું છે કે, અમદાવાદ શહેર પોલીસ આત્મહત્યા કરવા માટે ચોથા માળની બાલ્કની માથી કુદવાની તૈયારી કરતી યુવતીને સહિસલામત બચાવી લેતી વટવા પોલીસ તથા અસલાલી ફાયર બ્રીગેડ ટીમ.
પોલીસે શેર કર્યો રેસ્ક્યુનો વીડિયો
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવતી ફ્લેટના ચોથા માલે બાલ્કનીની રેલિંગ પર બેસી છે અને નીચે કૂદીને આપઘાત કરવા જઈ રહી છે. અચાનક જ ઉપરના માળથી ફાયરનો એક કર્મચારી નીચે આવે છે અને યુવતીને પકડીને અંદર લઈ જવાનો પ્રયાસ કરે છે. જ્યારે બાલ્કનીની નીચે કેટલાક લોકો જાળી પકડીને ઊભેલા છે, જેથી યુવતી નીચે કૂદી જાય તો તેનો જીવ બચાવી શકાય. દિલધડક રેસ્ક્યૂનો વીડિયો હવે સામે આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT