મસ્તીમાં મોત મળ્યું! અમદાવાદમાં મિત્રએ મજાકમાં એર કમ્પ્રેશરની પાઈપ ગુપ્ત ભાગમાં લગાવી દેતા યુવકનું મોત
Ahmedabad News: અમદાવાદના વટવા GIDCમાં મજાક મજાકમાં એક યુવકનું મોત થઈ ગયું. મિત્રો વચ્ચે ચાલી રહેલી મસ્તીમાં યુવકે મિત્રના ગુપ્ત ભાગમાં એર કમ્પ્રેશરની પાઈપ તેમાં…
ADVERTISEMENT
Ahmedabad News: અમદાવાદના વટવા GIDCમાં મજાક મજાકમાં એક યુવકનું મોત થઈ ગયું. મિત્રો વચ્ચે ચાલી રહેલી મસ્તીમાં યુવકે મિત્રના ગુપ્ત ભાગમાં એર કમ્પ્રેશરની પાઈપ તેમાં ભરાવી દેતા શરૂર ફુલી જતા તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો પરંતુ જીવ બચી શક્યો નહીં.
એર કમ્પ્રેશરની પાઈપથી ફૂલ્યું યુવકનું શરીર
અમદાવાદ શહેરના વટવા જીઆડીસી વિસ્તારમાં એરો એન્જિનિયરિંગ કંપનીમાં એક કર્મચારીઓ મસ્તી કરતા એક યુવકના ગુપ્ત ભાગમાં એર કમ્પ્રેશરની પાઈપ ભરાવી દીધી હતી. એર કમ્પ્રેશરની પાઈપમાં હવાના દબાણના કારણે યુવકનું પેટ ફુલાઈ જતા તે બેભાન થઈને ત્યાં પડી ગયો હતો. બાદમાં તેને 108 મારફતે સારવાર માટે ગંભીર હાલતમાં એલ.જી હોસ્પિટલમાં હોસ્પિટલ ખસેડવો પડ્યો હતો.
યુવકનું મોત થતા મિત્ર સામે નોંધાયો ગુનો
મસ્તીમાં ઈજાગ્રસ્ત થયેલા યુવકનું હોસ્પિટલમાં સારવાર કરતા દરમિયાન મોત થઈ ગયું હતું. આ સમગ્ર મામલે મૃતક યુવકના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રકાશ નામના યુવક સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધ્યો છે. બે કર્મચારીઓ વચ્ચેની મજાકમાં યુવકનું વિચિત્ર રીતે મોત થઈ જતા દિવાળીના તહેવારમાં જ યુવકના પરિજનો શોકમય બન્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT