અમદાવાદ પોલીસની વાન પાછળ લટકી બનાવ્યો વીડિયોઃ પછી શું થયું? – Video
Ahmedabad: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પોલીસ વાનની પાછળ લટકીને પોલીસની ફજેતી કરતો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો ગત 6 ફેબ્રુઆરીએ બનાવાયો હતો. એટલું જ…
ADVERTISEMENT
Ahmedabad: અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પોલીસ વાનની પાછળ લટકીને પોલીસની ફજેતી કરતો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો ગત 6 ફેબ્રુઆરીએ બનાવાયો હતો. એટલું જ નહીં આ બે શખ્સોએ આ વીડિયોને ઈંસ્ટાગ્રામ પર શેર પણ કર્યો હતો. પોલીસનો તો જાણે કોઈ ભય ન્હોતો. પણ આ તરફ પોલીસની જાહેરમાં ફજેતી થઈ રહી હતી. જેને પગલે આ બંને તત્વોને કાયદાનો પાઠ પણ ભણાવવો જરૂરી હતી. બેદિવસ પહેલા આ શખ્સો પોલીસ વાનનો વીડિયો ઉતારી આ રીતે રૌફ જમાવતા હોવાની ચર્ચાઓ શરૂ થઈ હતી.
‘સલમાન ખાનને જામીન મળ્યા તો તથ્ય પટેલને કેમ નહીં’- વકીલ નિસાર વૈદ્ય
શું છે સમગ્ર મામલો?
મામલાની જાણ પોલીસને થતા પોલીસ બંને શખ્સોની શોધમાં લાગી ગઈ અને પોલીસને ખબર પડી કે આ બે પૈકી એક અંકિત રમેશ ઠાકોર અને બીજો મિત દિનેશ ઠાકોર છે જે અસારવા વિસ્તારના જહાંગીરપુરામાં રહે છે. પછી શું પોલીસ બંનેને ઉચકી લાવી. પોલીસે તેમની પુછપરછ કરી તો ચોંકાવનારી વાત એ સામે આવી કે આ વીડિયો તો તેમણે ગત 6 ફેબ્રુઆરી 2023માં ઉતાર્યો હતો. તેમણે કહ્યું કે પોલીસ અધિકારી દિલિપસિંહ બટુકસિંહ અને અન્ય સ્ટાફ શાહીબાગમાં પેટ્રોલિંગમાં હતો. ત્યારે રાત્રે દોઢેક વાગ્યાના સુમારે લાઉડ સ્પીકરના અવાજ આવતા પોલીસ સિવિલ કોર્નર પાસે આવી હતી. ત્યારે ચીમનલાલ ઘાંચીની ચાલીની અંતર તપાસ કરવા ગઈ હતી. જે તે સમયે લગ્ન પ્રસંગ હતો ત્યારે જોરથી લાઉડ સ્પીકર વાગી રહ્યું હતું. પોલીસે આ ઘોંઘાટ બંધ કરાવ્યો અને લાઉડ સ્પીકર સહિતનો સામાન જપ્ત કરી લીધો હતો.
જે તે સમયે ડી જે સિસ્ટમના સાધનો લઈ જવાના હતા ત્યારે પોલીસે અંકિત અને મિતની મદદ લીધી હતી. બોલેરોમાં સામાન મુકાવાથી લઈને પોલીસ સ્ટેશન સુધી સામાન મુકાવામાં તે બંનેએ મદદ કરી હતી. તે સમયે એક શખ્સ કારમાં બેઠો હતો અને બીજો કારની પાછળ લટકતો હતો. ત્યારે તેણે આ વીડિયો ઉતારી લીધો હતો. હવે આ બંને શખ્સોની ધરપકડ થઈ છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT