ચક દે ઈન્ડિયા: અમદાવાદમાં આજે મહામુકાબલો, સ્ટેડિયમ ખાતે ફેન્સનું ઘોડાપુર; બપોરે 1:30 કલાકે થશે ફાઈનલ મેચનો ટોસ

ADVERTISEMENT

gujarattak
social share
google news
World Cup Final: ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર દર્શકો અને ચાહકોની ભારે ભીડ ઉમટી પડી છે. હજારોની સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં પ્રવેશવા માટે કતારોમાં ઉભા છે. આજની ફાઈનલ મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આખા વર્લ્ડ કપમાં અજેય રહેલી ભારતીય ટીમ હવે ટ્રોફી જીતવાથી માત્ર એક ડગલું દૂર છે. ભારતની જીત માટે દેશભરમાં પૂજા અને દુવાઓ કરવામાં આવી રહી છે. મોટાભાગના નેતાઓ અને ફિલ્મ સ્ટાર્સે ભારતની જીત માટે શુભેચ્છા પાઠવી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

સ્ટેડિયમની બહાર ભારે ભીડ

ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર દર્શકો અને ચાહકોની ભારે ભીડ ઉમટી પડી છે. સ્ટેડિયમમાં પ્રવેશવા માટે હજારો લોકો કતારમાં ઉભા છે. દરેક જણ શક્ય તેટલી વહેલી તકે મેચ શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયા પણ સ્ટેડિયમ જવા રવાના થઈ ચૂકી છે. મોટી-મોટી હસ્તીઓ પણ સ્ટડિયમ ખાતે પહોંચી રહી છે. મેચ જોવા માટે ગુજરાત જ નહીં સમગ્ર દેશ અને વિદેશમાંથી પણ લોકો સ્ટેડિમય ખાતે પહોંચ્યા છે.

અનુષ્કા સહિત રીવાબા જાડેજા પહોંચ્યા સ્ટેડિયમ

ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં વિરાટ કોહલીના પત્ની અનુષ્કા શર્મા અને રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમય ખાતે પહોંચી ચૂક્યા છે. આ ઉપરાંત ઘણા બોલિવૂડ સ્ટાર નરેન્દ્ર  મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે.

પીએમ મોદીએ પાઠવી શુભકામના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતીય ટીમને શુભકામના આપી છે. પીએમ મોદીએ એક્સ (ટ્વિટર) પર લખ્યું છે કે, ‘ 140 કરોડ લોકો તમને ચીયર કરી રહ્યા છે, ઓલ ધ બેસ્ટ ટીમ ઈન્ડિયા’

PM મોદી નિહાળશે મેચ

ફાઈનલ મેચ નિહાળવા માટે રાજસ્થાન ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચશે અને બપોરે 4થી 5 વાગ્યા સુધીમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રવેશ કરશે. મેચ જોયા બાદ તેમનો રાત્રિ આરામ ગાંધીનગર રાજભવન ખાતે થશે. તેઓ 20મી નવેમ્બરે સવારે 10 વાગ્યે અમદાવાદથી જોધપુર જવા રવાના થશે.

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT