વાર્ષિક 10 લાખની કમાણી... છતાં નહીં ચૂકવવો પડે 1 રૂપિયાનો ટેક્સ, નવા કે જૂના કયા ટેક્સ સ્લેબમાં થશે લાભ?

ADVERTISEMENT

Budget 2024
Budget 2024
social share
google news

Budget 2024 Tax Regime: નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 જુલાઈએ દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાને નવી ટેક્સ રિજીમ હેઠળ મોટા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. તેમણે સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયાથી વધારીને 75,000 રૂપિયા કરી દીધું છે. ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

આ ફેરફાર બાદ હવે નવા ટેક્સ રિજીમ હેઠળ વાર્ષિક 7.75 લાખ રૂપિયાની કમાણી કરનારાઓએ એક રૂપિયો પણ ટેક્સ ચૂકવવો નહીં પડે, પરંતુ જો તમારી સેલેરી 10 લાખ રૂપિયા છે, તો ચાલો જાણીએ કે તમે તમારી સંપૂર્ણ આવક પર ટેક્સ કેવી રીતે બચાવી શકો છો. એક રૂપિયાનો પણ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

10 લાખની આવક પર કેવી રીતે બચાવી શકો ટેક્સ

જો તમે 10 લાખ રૂપિયાની આવક પર બધા પૈસા બચાવવા માંગો છો, તો તમારે નવી ટેક્સ રિજીમ છોડીને જૂની ટેક્સ રિજીમ પસંદ કરવી પડશે, જેમાં ઘણા પ્રકારની છૂટના ક્લેઇમ કરવા પડશે, પરંતુ જો તમે આવું કરો છો અને ટેક્સ છૂટનો દાવો કરશો નહીં, તો તમારે જૂના ટેક્સ રિજીમ હેઠળના ટેક્સ સ્લેબ મુજબ 20 ટકા ટેક્સ ચૂકવવો પડશે. અને જો તમે ટેક્સ છૂટને ક્લેઇમ કરો છો, તો તમે 10 લાખ રૂપિયાની આવક પર સંપૂર્ણ ટેક્સ બચાવી શકો છો.

ADVERTISEMENT

જૂની ટેક્સ રિજીમમાં તમે ટેક્સ કેવી રીતે બચાવી શકો?

  • જૂની ટેક્સ રિજીમ હેઠળ, સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે રૂ. 50 હજાર સુધીની છૂટ મળે છે. આવી સ્થિતિમાં હવે 9.50 લાખ રૂપિયા પર ટેક્સ લાગશે.
  • PPF, EPF, ELSS, NSC જેવી યોજનાઓમાં રોકાણ કરીને, તમે આવકવેરાની કલમ 80C હેઠળ રૂ. 1.5 લાખનો ટેક્સ બચાવી શકો છો. હવે 8 લાખ રૂપિયા પર ટેક્સ ભરવો પડશે.
  • જો તમે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં વાર્ષિક રૂ. 50,000 સુધીનું રોકાણ કરો છો, તો તમને કલમ   80CCD (1B) હેઠળ રૂ. 50,000ની વધારાની કર મુક્તિ આપવામાં આવે છે. હવે જો 50 હજાર રૂપિયા વધુ બાદ કરીએ તો 7.50 લાખ રૂપિયા પર ટેક્સ લાગશે.
  • જો તમે પણ હોમ લોન લીધી છે, તો તમે ઈન્કમ ટેક્સની કલમ 24B હેઠળ તેના વ્યાજ પર 2 લાખ રૂપિયા સુધીની બચત કરી શકો છો. જો આપણે રૂ. 7.50 લાખમાંથી રૂ. 2 લાખ બાદ કરીએ, તો કુલ ટેક્સની આવક રૂ. 5.50 લાખ થશે.
  • ઈન્કમ ટેક્સની કલમ 80D હેઠળ મેડિકલ પોલિસી લઈને તમે 25 હજાર રૂપિયા સુધીનો ટેક્સ બચાવી શકો છો. આ સ્વાસ્થ્ય વીમામાં તમારું નામ, તમારી પત્ની અને બાળકોના નામ હોવા જોઈએ. આ સિવાય જો તમે તમારા માતા-પિતાના નામે હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદો છો તો તમને 50,000 રૂપિયા સુધીનું એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળી શકે છે.
  • આવી સ્થિતિમાં, જો તમે રૂ. 5.50 લાખમાંથી રૂ. 75 હજાર બાદ કરો છો, તો કુલ ટેક્સની રકમ રૂ. 4.75 લાખ થશે, જે રૂ. 5 લાખની જૂની ટેક્સ રિજીમની મર્યાદાથી ઓછી હશે. આનો અર્થ એ છે કે તમારે 10 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર એક રૂપિયો ટેક્સ ચૂકવવો પડશે નહીં.

નવી ટેક્સ રિજીમમાં રૂ. 10 લાખની આવક પર કેટલો ટેક્સ?

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે નવી ટેક્સ રિજીમમાં ટેક્સ સ્લેબમાં ફેરફાર કર્યા હોવા છતાં અને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કર્યો હોવા છતાં, તમારે હજુ પણ રૂ. 10 લાખની આવક પર ટેક્સ ચૂકવવો પડશે. તમે નવી ટેક્સ રિજીમ હેઠળ રોકાણ કરીને ટેક્સ મુક્તિ મેળવી શકતા નથી. આવી સ્થિતિમાં, આવો જાણીએ કે જો તમારી આવક 10 લાખ રૂપિયા વાર્ષિક છે અને તમે નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરો છો, તો તમારે કેટલો ટેક્સ ચૂકવવો પડશે?
 

  નવી ટેક્સ રિજીમ રિવાઈઝ્ડ ન્યૂ ટેક્સ રિજીમ ટેક્સ લાભ
આવક 10,00000 રૂપિયા 10,00000 રૂપિયા -
સ્ટાન્ડર્ડ ડિડક્શન 50,000 રૂપિયા 75,000 રૂપિયા -
ટેક્સેબલ આવક 950,000 રૂપિયા 925,000 રૂપિયા -
કુલ ટેક્સ 52,500 રૂપિયા 42,500 રૂપિયા 10,000 રૂપિયા

ઉપર આપવામાં આવેલા નવા ટેક્સ રિજીમમાં થયેલા ફેરફારો પરથી સ્પષ્ટ થાય છે કે જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક રૂ. 10 લાખ છે અને તેણે નવી ટેક્સ રિજીમ પસંદ કરી છે, તો તેને રૂ. 50,000ને બદલે રૂ. 75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે. એટલે કે કુલ કરપાત્ર આવક 9 લાખ 25 હજાર રૂપિયા થશે અને 52,500 રૂપિયાના બદલે માત્ર 42,500 રૂપિયા જ ટેક્સ ભરવો પડશે. આનો અર્થ એ થયો કે હવે વાર્ષિક 10 લાખ રૂપિયા કમાતા લોકો નવી ટેક્સ રિજીમમાં 10 હજાર રૂપિયા વધુ બચાવી શકશે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT