Stock Market: ચૂંટણી વચ્ચે ભારતીય શેરબજારે કરી કમાલ... અમેરિકા-ચીન અને જાપાન ચોંકી ગયા!
BSE listed companies' market cap hits $5 trillion: મંગળવારે ભલે શેરબજાર ઠંડુ રહ્યું, પરંતુ ભારતીય શેરબજારે ઈતિહાસ રચીને નવો સીમાચિહ્ન હાંસલ કર્યું. BSE માર્કેટ કેપ પ્રથમ વખત 5 ટ્રિલિયન ડૉલરના આંકડાને સ્પર્શી ગયું છે અને ભારત આમ કરનાર વિશ્વનો પાંચમો દેશ બની ગયો છે.
ADVERTISEMENT
BSE listed companies' market cap hits $5 trillion: મંગળવારે ભલે શેરબજાર ઠંડુ રહ્યું, પરંતુ ભારતીય શેરબજારે ઈતિહાસ રચીને નવો સીમાચિહ્ન હાંસલ કર્યું. BSE માર્કેટ કેપ પ્રથમ વખત 5 ટ્રિલિયન ડૉલરના આંકડાને સ્પર્શી ગયું છે અને ભારત આમ કરનાર વિશ્વનો પાંચમો દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગના શેરબજારો આ કમાલ કરી ચૂક્યા છે.
ધીમા ટ્રેડ વચ્ચે પણ રચાયો ઈતિહાસ
દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને આ દરમિયાન બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. પરંતુ આ દરમિયાન ભારતીય શેરબજારનું કદ 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે અને એક જ ઝાટકે તે અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગની લાઈનમાં આવી ગયું છે. જો કે, મંગળવારે ઘટાડા સાથે ખુલ્યા બાદ, છેલ્લા ટ્રેડિંગ કલાકમાં બજારે થોડી રિકવરી કરી અને સેન્સેક્સ 52 પોઈન્ટ ઘટીને 73,953 પર જ્યારે નિફ્ટી 27 પોઈન્ટના મામૂલી વધારા સાથે 22,529 પર બંધ થયો હતો.
Gujarat high court માં બમ્પર ભરતી, ધો. 10 થી ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો માટે મોટી તક, જાણો સંપૂર્ણ માહિતી
છ મહિનામાં 1 ટ્રિલિયન ડૉલરનો વધારો
BSEનું માર્કેટ કેપ 5 ટ્રિલિયન ડૉલરના સ્તરે પહોંચવું પોતાનામાં જ રોમાંચક છે, પરંતુ આ દરમિયાન સૌથી મહત્વની વાત એ છે કે ભારતીય શેરબજારે છેલ્લા છ મહિનામાં આ કમાલ કર્યા છે કે આ માઈલસ્ટોન હાંસલ કરવાનું સરળ બની ગયું છે. હકીકતમાં, છ મહિના પહેલા બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નું માર્કેટ કેપિટલાઇઝેશન 4 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું હતું. 29 નવેમ્બર, 2023 ના રોજ, BSE મેકેપ $ 4 ટ્રિલિયનના સ્તરે પહોંચી ગયો હતો અને હવે છ મહિનાના સમયગાળામાં $ 1 ટ્રિલિયનનો વધારો થયો છે.
ADVERTISEMENT
આ રીતે 1 ટ્રિલિયનથી 5 ટ્રિલિયન સુધીની સફર
ભારતીય શેરબજારને એક ટ્રિલિયન ડૉલરથી પાંચ ટ્રિલિયન ડૉલર સુધી પહોંચવામાં 15 વર્ષથી વધુ સમય લાગ્યો છે. BSE નું માર્કેટ કેપિટલાઇઝેશન 28 મે 2007ના રોજ પ્રથમ વખત 1 ટ્રિલિયન ડૉલરના સ્તરે પહોંચ્યું હતું અને એક દાયકા પછી એટલે કે વર્ષ 2017માં તેનું કદ 2 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચ્યું હતું. તે 2021માં 3 ટ્રિલિયન ડૉલર અને 2023માં 4 ટ્રિલિયન ડૉલરના આંકડાને સ્પર્શી ગયું હતું, પરંતુ હવે છ મહિનાથી ઓછા સમયમાં તે 4 ટ્રિલિયનથી 5 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી ગયું છે.
ADVERTISEMENT