કોરોનાની રસી બનાવનાર સીરમ ઈન્સ્ટિટ્યૂટના ચેરમેન સાયરસ પૂનાવાલાને હાર્ટ એટેક, ICUમાં દાખલ

ADVERTISEMENT

gujarattak
social share
google news
દેશની જાણીતી વેક્સિન બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII)ના ચેરમેન અને એમડી ડૉ. સાયરસ પૂનાવાલાને હાર્ટ એટેક આવ્યો હતો. પુણેની એક હોસ્પિટલમાં તેમની ‘એન્જિયોપ્લાસ્ટી’ કરવામાં આવી છે. ડૉક્ટરોએ શુક્રવારે આ માહિતી આપી અને કહ્યું કે ડૉ. સાયરસ પૂનાવાલાની તબિયતમાં હવે સુધારો થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે, સાયરસ પૂનાવાલાની કંપની જ કોરોના વાયરસની વેક્સિન ‘કોવિશીલ્ડ’ બનાવે છે.

16 નવેમ્બરે આવ્યો હાર્ટ એટેક

પ્રાપ્ત વિગતો અનુસાર, 82 વર્ષીય સાયરસ પૂનાવાલાને 16 નવેમ્બરે હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને તાત્કાલિક રૂબી હોલ ક્લિનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું કે, ‘પૂનાવાલાની એન્જિયોપ્લાસ્ટી ડૉ. પરવેઝ ગ્રાન્ટ, ડૉ. મેકલે અને ડૉ. અભિજીત ખાર્ડેકરની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. તેઓ ઝડપથી સાજા થઈ રહ્યા છે અને તેમની તબિયત હવે સારી છે.’

ડૉ.સાયરસ પૂનાવાલા ICUમાં

રૂબી હોલ ક્લિનિકના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. પરવેઝ ગ્રાન્ટે જણાવ્યું કે,  પૂનાવાલાને થોડા દિવસોમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. બીજી તરફ ડૉ.સીએન.માખલે (Dr C N Makhale)એ કહ્યું કે, ડૉ.સાયરસ પૂનાવાલાને ICUમાં રાખવામાં આવ્યા છે અને તેમની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે.

કોણ છે સાયરસ પૂનાવાલા?

સાયરસ પૂનાવાલા પણ દેશના ટોપ 10 ધનિકો લોકોની યાદીમાં સામેલ છે. ડૉ. પૂનાવાલા ‘ફોર્બ્સ ઈન્ડિયા’ના 100 અમીરોની યાદીમાં 10મા ક્રમે હતા. આશરે રૂ. 83,000 કરોડની સંપત્તિના માલિક, પૂનાવાલાની કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) વિશ્વની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની છે. તે કોરોના સહિત અનેક બીમારીઓની રસી બનાવે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT