સચિન તેંડુલકરે શેર બજારમાં કમાયા કરોડો રૂપિયા, આ કંપનીના શેરે બનાવ્યા માલામાલ!
Multibagger Stock: ડિફેન્સ સેક્ટરની દિગ્ગજ કંપની આઝાદ એન્જિનિયરિંગના શેર (Azad Engineering Share) એવા શેરોની યાદીમાં સામેલ છે જે ટૂંકા સમયમાં તેના રોકાણકારો માટે મલ્ટીબેગર સાબિત થયા છે.
ADVERTISEMENT
Multibagger Stock: ડિફેન્સ સેક્ટરની દિગ્ગજ કંપની આઝાદ એન્જિનિયરિંગના શેર (Azad Engineering Share) એવા શેરોની યાદીમાં સામેલ છે જે ટૂંકા સમયમાં તેના રોકાણકારો માટે મલ્ટીબેગર સાબિત થયા છે. એરોસ્પેસ અને ડિફેન્સ બિઝનેસ સાથે જોડાયેલી આ કંપનીના શેરે છેલ્લા છ મહિનામાં રોકાણકારોને 150 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે અને રિકાણકારોની રકમમાં અઢી ગણો વધારો કર્યો છે.
શુક્રવારે આવી હતી જોરદાર તેજી
Azad Engineering ના શેર ગત અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેર બજારમાં (Stock Market) ટ્રેડિંગ દરમિયાન તોફાની તેજી સાથે ભાગ્યા હતા. દિવસના ટ્રેડિંગ દરમિયાન આ શેરમાં 5 ટકાનો વધારો નોંધાયો હતો, જોકે બજાર બંધ થયું ત્યારે આઝાદ એન્જિનિયરિંગના શેર 2.59 ટકા વધીને રૂ. 1741 પર ક્લોઝ થયા હતા. આ વચ્ચે શરૂઆતના ટ્રેડિંગમાં જ આ ડિફેન્સ શેર 1781.90 રૂપિયાના લેવલ સુધી પહોંચી ગયા હતા.
માર્કેટ કેપમાં પણ ઉછાળો
આ ડિફેન્સ કંપનીના શેર માત્ર લૉન્ગ ટર્મમાં નહીં પરંતુ શોર્ટ ટર્મમાં પણ પોતાના રોકાણકારોને માલામાલ બનાવી રહ્યા છે. શેરમાં આવેલી તેજીની અસર કંપનીની માર્કેટ કેપ પર પણ જોવા મળી છે અને તે વધીને 10280 કરોડ રૂપિયાના લેવલ પર પહોંચી ગઈ છે. નોંધનીય છે કે કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 2080 રૂપિયા છે, જ્યારે 52 સપ્તાહનું લૉ લેવલ 640 રૂપિયા છે. ગયા અઠવાડિયે ભલે આ શેરમાં છેલ્લા ટ્રેડિંગ દિવસે તેજી આવી હોય, પરંતુ આખા સપ્તાહ દરમિયાન તેની ગતિ ધીમી રહી હતી. પરંતુ છેલ્લા છ મહિનાનું પરફોર્મન્સ રોકાણકારોને ખુશ કરનારું છે.
ADVERTISEMENT
6 મહિનામાં 1055 રૂપિયા વધી શેરની કિંમત
આઝાદ એન્જિનિયરિંગ લિમિટેડના શેરમાં જેમણે પૈસા રોક્યા છે તેમને 154.09 ટકા વળતર મળ્યું છે. આ મુજબ, જો કોઈ રોકાણકારે છ મહિના પહેલા કંપનીના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને તેમણે અત્યાર સુધી રાખ્યું હોત તો તે વધીને લગભગ 2.5 લાખ રૂપિયા થઈ ગયા હોત. વાસ્તવમાં, 15 જાન્યુઆરી, 2024ના રોજ, આ એક શેરની કિંમત 685.20 રૂપિયા હતી, જે હવે 1741 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે આ શેરની કિંમત 1055.80 રૂપિયા વધી છે.
સચિન તેંડુલકરે કેટલું રોકાણ કર્યું?
જો ક્રિકેટ જગતમાં માસ્ટર બ્લાસ્ટર તરીકે જાણીતા ટીમ ઈન્ડિયા (Team India)ના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના રોકાણની વાત કરીએ તો રિપોર્ટ્સ અનુસાર તેમણે ગત વર્ષે માર્ચ મહિનામાં તેમાં લગભગ 5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, તેમને કંપનીના લગભગ 4 લાખ શેર મળ્યા હતા. છેલ્લા છ મહિના અને એક વર્ષમાં શેરમાં થયેલા વધારાને કારણે સચિન તેંડુલકરે રોકાણ કરેલી રકમમાં ઘણો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે કંપનીએ ડિસેમ્બર 2023માં તેનો IPO લોન્ચ કર્યો હતો અને તેની પ્રાઇસ બેન્ડ 594 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. મતલબ કે શેરબજારમાં તેનું લિસ્ટિંગ થયું ત્યારથી આ શેરની કિંમત ત્રણ ગણાથી વધુ વધી ગઈ છે.
ADVERTISEMENT
નોંધ- શેરબજારમાં કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટ્સની સલાહ જરૂર લો.
ADVERTISEMENT
ADVERTISEMENT