UPI પેમેન્ટ પર ચાર્જને લઈને NPCIનો ખુલાસો, માત્ર આવા ગ્રાહકો પર 2000થી વધુના ટ્રાન્ઝેક્શન માટે ચાર્જ લાગશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ UPI દ્વારા કરવામાં આવેલા વ્યવહારો પર 1 એપ્રિલ, 2023 થી વસૂલવામાં આવનાર ટ્રાન્ઝેક્શન શુલ્ક અંગે સ્પષ્ટતા જારી કરી છે. NPCI એ UPI પેમેન્ટ્સ પર ચાર્જ વસૂલવાના અહેવાલોને નકારી કાઢ્યા છે. NPCIએ જણાવ્યું હતું કે, UPI દ્વારા બેંક ખાતામાંથી અન્ય બેંક ખાતામાં ટ્રાન્ઝેક્શન કરવા માટે ગ્રાહકોને કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. NCPIએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે દેશમાં મહત્તમ 99.9 ટકા યુપીઆઈ વ્યવહારો ફક્ત બેંક ખાતા દ્વારા જ થાય છે.

UPI પેમેન્ટ પર બેંક કે ગ્રાહકને ચાર્જ નહીં
NPCIએ કહ્યું કે UPI પેમેન્ટ માટે બેંક કે ગ્રાહકે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. ઉપરાંત, જો UPI ટ્રાન્ઝેક્શન એક બેંકથી બીજી બેંકમાં કરવામાં આવે તો પણ કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. NPCIએ જણાવ્યું હતું કે નિયમનકારી માર્ગદર્શિકા મુજબ, પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPI Wallets) હવે ઇન્ટર ઓપરેબલ UPI ઇકોસિસ્ટમનો ભાગ છે. આને ધ્યાનમાં રાખીને, NPCIએ PPI વોલેટ્સને ઇન્ટરઓપરેબલ UPI ઇકોસિસ્ટમનો ભાગ બનવાની મંજૂરી આપી છે. ઇન્ટરચેન્જ ચાર્જ ફક્ત PPI મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન્સ (પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન્સ) પર જ લાગુ થશે. અને આ માટે ગ્રાહકે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

કોણે ચાર્જ ચૂકવવો પડશે?
નવી ઓફર માત્ર Wallets/PPI માટે છે. એટલે કે, જો તમે વોલેટથી 2 હજારથી વધુનું ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમારે ઇન્ટરચેન્જ ફી ચૂકવવી પડી શકે છે. એટલે કે, જો તમે વોલેટ, ક્રેડિટ કાર્ડ જેવા પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ (PPI) દ્વારા UPI પેમેન્ટ કરો છો, તો તમારે ઇન્ટરચેન્જ ફી ચૂકવવી પડશે. આ શુલ્ક તમારા દ્વારા વેપારીને કરવામાં આવેલી કુલ ચુકવણીના 1.1% હશે. આ પણ ત્યારે જ્યારે આ ટ્રાન્ઝેક્શન 2000 રૂપિયાથી વધુ હશે. આ બિલકુલ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના કિસ્સામાં જેવું જ છે. બેંકથી બેંક વ્યવહારો હજુ પણ સંપૂર્ણપણે મફત છે.

ADVERTISEMENT

કેટલા ચાર્જ ચૂકવવો પડશે?
NPCIના પરિપત્ર મુજબ, Google pay, Paytm, PhonePe અથવા અન્ય એપ્સ દ્વારા કરવામાં આવેલી ચૂકવણી પર 1.1 ટકા સુધીનો ઈન્ટરચેન્જ ચાર્જ ચૂકવવો પડશે. Paytm એ પણ આ અંગે સ્પષ્ટતા કરી છે. NPCI એ તેની સ્પષ્ટતામાં જણાવ્યું હતું કે, UPI દ્વારા એક બેંક ખાતામાંથી બીજા ખાતામાં ચુકવણી કરવામાં આવે તો પણ કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં. આ સાથે, ગ્રાહક પાસે UPI આધારિત એપ્સ પર બેંક એકાઉન્ટ, Rupay ક્રેડિટ કાર્ડ ખોલવાનો વિકલ્પ હશે. તમે પ્રીપેડ વોલેટ્સનો ઉપયોગ કરી શકો છો. UPI અનુસાર, દેશમાં ગ્રાહકો અને વેપારીઓ માટે દર મહિને 8 બિલિયન UPI ટ્રાન્ઝેક્શન બિલકુલ મફતમાં પ્રોસેસ કરવામાં આવે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT