Multibagger Stocks: 1,38,900%નું રિટર્ન... 1 લાખના બનાવી દીધા 14 કરોડ રૂપિયા, આ શેરે કર્યા માલામાલ!

ADVERTISEMENT

Multibagger Stocks
1 લાખ રૂપિયાના 14 કરોડ રૂપિયા
social share
google news

શેરબજાર (Stocks Market) માં છેલ્લા કેટલાક સમયથી ઘટાડાનો દોર ચાલી રહ્યો છે, પરંતુ કેટલાક શેરોએ આ દરમિયાન શાનદાર રિટર્ન આપ્યું છે. આજે અમે એક આવા શેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે લાંબા ગાળે પોતાના રોકાણકારોને મોટો નફો આપ્યો છે. સંવર્ધન મધરસન ઇન્ટરનેશનલ લિમિટેડ  (Samvardhana Motherson International) ના શેરોએ લાંબા ગાળે રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. 

આ શેરે આપ્યું 1,38,900 ટકાનું રિટર્ન

સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલ લિમિટેડે લૉન્ગ ટર્મમાં 1,38,900%થી વધુ રિટર્ન આપ્યું છે. હાલમાં સમયમાં આ કંપનીના શેરની કિંમત 111.20 રૂપિયા છે. તેનું 52 સપ્તાહનું હાઈ લેવલ 126.50 રૂપિયા અને 52 સપ્તાહનું લો લેવલ 61.80 રૂપિયા પ્રતિ શેર છે. 

આ પણ વાંચોઃ Sidhu Moosewala ના ઘરે ગુંજી કિલકારી, માં ચરણકૌરે આપ્યો દીકરાને જન્મ; જુઓ PHOTO

એક સમયે હતી માત્ર 0.080 રૂપિયા કિંમત 

સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલ લિમિટેડ કંપની 1999માં શેરબજારમાં આવી હતી. ત્યારે તેમના શેરની કિંમત 0.080 રૂપિયા હતી, પરંતુ આજે આ શેર 111.20 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન રોકાણકારોને 138,900% નું મજબૂત વળતર મળ્યું છે. આવી સ્થિતિમાં જો આપણે ગણતરી કરીએ તો જો કોઈએ લગભગ 25 વર્ષ પહેલાં આ શેરોમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો તેમને હાલમાં લગભગ 14 કરોડ રૂપિયાનો નફો થયો હોત.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચોઃ હે ભગવાન..! અરવલ્લી જિલ્લામાં 2 દિવસમાં 6 લોકોના હાર્ટ એટેકથી મોત, પરિવાર પર આભ તૂટી પડ્યું

એક વર્ષમાં પણ જોરદાર રિટર્ન

આ મલ્ટીબેગર શેર (Multibagger Stocks)એ છેલ્લા પાંચ વર્ષમાં માત્ર 13 ટકાનું વળતર આપ્યું છે. જોકે, છેલ્લા એક વર્ષમાં સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલ લિમિટેડના શેરે 64 ટકા વળતર આપ્યું છે. આ શેરે છ મહિનામાં 12.04% વળતર આપ્યું છે. આવી સ્થિતિમાં, જો કોઈએ એક વર્ષ પહેલા આ સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો આજે તેમના 1 લાખ રૂપિયાના 1.64 લાખ રૂપિયા થઈ ગયા હોત.

    follow whatsapp

    ADVERTISEMENT