Sidhu Moosewala ના ઘરે ગુંજી કિલકારી, માં ચરણકૌરે આપ્યો દીકરાને જન્મ; જુઓ PHOTO

ADVERTISEMENT

 Sidhu Moosewala
સિદ્ધુ મુસેવાલાની માતાએ 58 વર્ષની ઉંમરે આપ્યો દીકરાને જન્મ!
social share
google news

સમાચાર હાઇલાઇટ્સ

point

સિદ્ધુ મુસેવાલાના ઘરમાં ફરી એકવાર કિલકારી ગુંજી ઉઠી

point

સિદ્ધુ મુસેવાલાના માતા ચરણ કૌરે દીકરાને જન્મ આપ્યો

point

પિતા બલકૌર સિંહે પોતે સોશિયલ મીડિયા પર શેર કર્યો ફોટો

Sidhu Moosewala : પંજાબી સિંગર સ્વ.સિદ્ધુ મુસેવાલાના માતા ચરણ કૌરે દીકરાને જન્મ આપ્યો છે. સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહે તેમના નાના પુત્રની તસવીર શેર કરી છે. સિદ્ધુ મુસેવાલાના ભાઈના જન્મના સમાચાર સામે આવતા જ તેમના ચાહકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

 

પોપ્યુલર પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા (Sidhu Moosewala) કે જેમની ગેંગસ્ટરોએ ગોળીઓ મારીને હત્યા કરી નાખી હતી, હવે તેમના ઘરેથી ખુશખબરી આવી છે. દિવંગત સિંગર સુદ્ધુ  મુસેવાલાની માતા ચરણકૌરે દીકરાને જન્મ આપ્યો છે. આ સમાચારની પુષ્ટિ સિદ્ધુ મુસેવાલાના પિતા દ્વારા કરવામાં આવી છે, તેમણે સોશિયલ મીડિયા પર ફોટો પણ શેર કર્યો છે. 

ADVERTISEMENT

29 મે 2022ના રોજ થઈ હતી હત્યા

તમને જણાવી દઈએ કે, સિદ્ધુ મુસેવાલા તેના માતા-પિતાના એકમાત્ર સંતાન હતા. 29 મે 2022ના રોજ ગેંગસ્ટરોએ તેમની હત્યા કરી નાખી હતી,  તે સમયે સિદ્ધુ મુસેવાલા માત્ર 28 વર્ષના હતા. જોકે, તેમણે પોતાના કામથી લોકોના દિલ જીતી લીધા હતા. નાની ઉંમરમાં તેમણે મોટું નામ બનાવી લીધું હતું. 

29 મેના રોજ થઈ હતી સિદ્ધુ મૂસેવાલાની હત્યા

સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો હતો. દેશભરમાંથી તેમના હત્યારાઓને સજા કરાવવાની માંગ કરવામાં આવી હતી. તો વિદેશમાં પણ સિંગરના ફેન્સે તેના માટે ન્યાયની માંગ કરી હતી.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT