‘Babe’ કહીને બોલાવતો હતો…પેન્ટહાઉસ લઈ ગયો અને પછી બળજબરી કરી, અભિનેત્રીએ જાણીતા બિઝનેસમેન પર લગાવ્યો દુષ્કર્મનો આરોપ
MD Sajjan Jindal Case: JSW ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર સજ્જન જિંદાલ (MD Sajjan Jindal)ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક અભિનેત્રીએ સજ્જન જિંદાલ…
ADVERTISEMENT
MD Sajjan Jindal Case: JSW ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર સજ્જન જિંદાલ (MD Sajjan Jindal)ને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક અભિનેત્રીએ સજ્જન જિંદાલ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, 13 ડિસેમ્બરે BKC પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. હવે અભિનેત્રીએ આ અંગે જાણકારી આપી છે, તેણે કહ્યું છે કે આ ઘટના જાન્યુઆરી 2022માં બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં કંપનીની હેડ ઓફિસની ઉપર આવેલા પેન્ટહાઉસમાં બની હતી. તેણે વધુમાં કહ્યું કે, આ વર્ષની શરૂઆતમાં તેની ફરિયાદ પર કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું, જેના કારણે તેને કોર્ટમાં જવાની ફરજ પડી હતી.
ક્યારે થઈ હતી પહેલી મુલાકાત?
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે અભિનેત્રી 2021ના ઓક્ટોબર મહિનામાં દુબઈમાં સજ્જન જિંદાલને મળી હતી. જ્યાં બંને આઈપીએલ મેચ જોવા પહોંચ્યા હતા, ત્યારબાદ બંને મુંબઈમાં મળ્યા હતા અને બંનેએ પ્રોપર્ટી ખરીદવા માટે નંબર એક્સચેન્જ કર્યા હતા. આ પછી સજ્જન જિંદાલે અભિનેત્રીને ‘બેબી’ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું.
પેન્ટહાઉસ લઈ જઈ જબદસ્તી કરી
અભિનેત્રીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, જ્યારે તે 2022માં મીટિંગ માટે કંપનીના હેડક્વાર્ટર પહોંચી હતી, ત્યારે એમડી જિંદાલ તેને પેન્ટહાઉસમાં લઈ ગયા અને તેના મનાઈ કરવા છતાં પણ જબરદસ્તી કરવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા.
ADVERTISEMENT
કલમ 376 હેઠળ કેસ નોંધાયો
આ ઘટના બાદ સજ્જન જિંદાલે એક્ટ્રેસનો નંબર બ્લોક કરી દીધો અને જ્યારે સજ્જન જિંદાલને ખબર પડી કે અભિનેત્રી ફરિયાદ નોંધાવવા માટે જઈ રહી છે તો તેણે તેને ધમકાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ અભિનેત્રીએ ફેબ્રુઆરી 2023માં કલમ 376 અને 354 હેઠળ એમડી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિનાઓ સુધી તેની ફરિયાદ પર ધ્યાન ન આપ્યું અને આ પછી અભિનેત્રીને કોર્ટમાં જવું પડ્યું.
કોણ છે સજ્જન જિંદાલ?
– સજ્જન જિંદાલ સ્ટીલ વર્કસના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે
– આજે દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓની યાદીમાં તેમનું નામ સામેલ છે
– તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં બીએની ડિગ્રી લીધી છે
– તેમના પરિવારની સંપત્તિ કરોડોમાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT