LPG સિલિન્ડર પર છૂટ મામલે મોટા નિર્ણયની તૈયારીમાં સરકાર, કેન્દ્રિય કર્મચારીઓનો પગાર પણ વધી શકે

Gujarat Tak

ADVERTISEMENT

LPG Cylinder
LPG Cylinder
social share
google news

LPG Cylinder Subsidy: લોકસભા ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થિઓને મોટી ખુશખબર મળી શકે છે. સરકાર આ યોજના અંતર્ગત મળતી રસોઈ ગેસ પરની સબસિડીને 31 માર્ચ 2025 સુધી વધારી શકે છે. આ નિર્ણયથી ફાયદો દેશના 9 કરોડથી વધુ લાભાર્થિઓને મળશે. તો કેન્દ્રિય કર્મચારીઓના DAમાં પણ વધારો કરી શકાય છે.

આ પણ વાંચો: BJP ના ગ્રુપમાં MLA ના નંબરથી શેર થયો હાર્દિક પટેલનો વિવાદિત વીડિયો, ગરમાયું રાજકારણ

સિલિન્ડર પર સબસિડી 1 વર્ષ લંબાવી શકાય

CNBC-TV18ના સૂત્રો મુજબ યોજના અંતર્ગત લાભાર્થિઓને 31 માર્ચ 2025 સુધી સબ્સિડી મળશે. સબસિડીને 1 વર્ષ વધારવાથી સરકાર પર વધારાનો 12000 કરોડનો ખર્ચ આવશે. જણાવી દઈએ કે સરકાર ઉજ્જવલા યોજનાના લાભાર્થિઓને 300 રૂપિયા સબસિડી આપે છે. સબસિડીના કારણે દિલ્હીમાં LPG સિલિન્ડરની કિંમત 603 રૂપિયા છે. જ્યારે સામાન્ય ગ્રાહકો માટે સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે.

પહેલા 200 રૂપિયા હતી સબસિડી

પાછલા વર્ષે સુધી યોજના અંતર્ગત લાભાર્થિઓને 200 રૂપિયાની સબસિડી મળતી હતી. જોકે ઓક્ટોબર 2023માં સબસિડીની રકમ 100 રૂપિયા વધારીને 300 કરવામાં આવી હતી. ભારત સરકાર વર્તમાનમાં લાભાર્થિઓને 1 વર્ષમાં 12 રિફિલ પર આ સબસિડી આપે છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

આ પણ વાંચો: Lok Sabha Elections: BJP માંથી કોને મળશે તક? ગુજરાતની આ 11 સીટ પર હલચલ તેજ

DAમાં પણ 4 ટકાનો વધારો આપી શકે સરકાર

તો બીજી તરફ કેન્દ્ર સરકાર કેન્દ્રીય મોંઘવારી ભથ્થા (DA)માં ચાર ટકાનો વધારો કરી શકે છે. 7 માર્ચ, ગુરુવારે કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે, જેમાં કર્મચારીઓ માટે મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. મળતી માહિતી મુજબ કેબિનેટ મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાના નિર્ણયને મંજૂરી આપી શકે છે. સરકારના આ નિર્ણયથી લાખો કેન્દ્રીય કર્મચારીઓને ફાયદો થશે. કેન્દ્રીય મોંઘવારી ભથ્થામાં વધારા સાથે સરકારી કર્મચારીઓના પગારમાં પણ વધારો થશે. જો કે આ પહેલા ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT