ક્રૂડ ઓઈલ 15 મહિનાના નિચલા સ્તરે, Petrol-Dieselના ભાવમાં રાહત ક્યારે?
નવી દિલ્હીઃ પેટ્રોલ ડિઝલના ભાવો ત્યારે આસમાને જતા અટકતા નથી જ્યારે પ્રતિ બેરલ ક્રૂડ ઓઈલનો ભાવ વધી જાય પરંતુ જ્યારે તેમાં ઘટાડો થાય છે ત્યારે…
ADVERTISEMENT
નવી દિલ્હીઃ પેટ્રોલ ડિઝલના ભાવો ત્યારે આસમાને જતા અટકતા નથી જ્યારે પ્રતિ બેરલ ક્રૂડ ઓઈલનો ભાવ વધી જાય પરંતુ જ્યારે તેમાં ઘટાડો થાય છે ત્યારે ઘટાડો માંડ માંડ જોવા મળતો હોય છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 73 અમેરિકી ડોલર અને WT ક્રૂડ પ્રતિ બેરલ 67 અમેરિકી ડોલર આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. આ ઉપરાંત હાલમાં ભાજતની જે સરકારી ઓઈલ કંપનીઓ ક્રૂડની આયાત કરે છે તે ભારતીય બાસ્કેટ ક્રૂડ ઓઈલનો ભાવ પણ પ્રતિ બેરલ 74 ડોલર આસપાસ ચાલી રહ્યો છે. જેની સરખામણી કરીએ તો ચાલુ વર્ષે જાન્યુઆરીમાં એવરેજ પ્રાઈઝ 80 ડોલરની આસપાસ ચાલતી હતી. મતલબ કે લગભગ સાડા આઠ ટકા જેટલો ભાવમાં ફરક થયો છે છતાં આશ્ચર્ય છે કે સરકારી ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડી રહી નથી. સ્વાભાવીક છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાથી અન્ય ચીજ વસ્તુઓમાં પણ થયેલો ભાવ વધારો ઘટાડી શકાય છે. કારણ કે ટ્રાન્સપોર્ટથી લઈને અન્ય ઘણા ખર્ચમાં બાદમાં ઘટાડો થવાથી મોંઘવારીને કંટ્રોલ કરી શકાય છે પરંતુ કોણ જાણે કેમ ભાવ ઘટી રહ્યા નથી.
‘ચૂંટણી ફંડ બોન્ડ સ્કીમ’ને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં એપ્રિલમાં થશે સુનાવણી
ક્રૂડના ભાવ વધ્યા ત્યારે પેટ્રોલ-ડીઝલ 100ને પાર હતા
આ તરફ આપણે ગત વર્ષની વાત કરીએ તો ત્યારે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયામાં રશિયા અને યુક્રેનના યુદ્ધ બાદ કાચા તેલમાં મોટો ઉછાળો આવ્યો હતો. જેમાં 139 ડોલર સુધી ભાવ પ્રતિ બેરલનો પહોંચી ગયો હતો. ત્યારે તો કંપનીઓએ ધડાધડ બાવ વધારો કર્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવ 100નો આંકડો પાર કરી ગયો હતો. કદાચ તમને યાદ હોય તો… તે સમયે રિટેલ મોંઘવારીના દરમાં પણ ઉછાળો આવ્યો હતો. કેન્દ્ર સરકારે આ દરમિયાન પેટ્રોલમાં પ્રતિ લીટરે 8 રૂપિયા અને ડીઝલમાં પ્રતિ લિટરે 6 રૂપિયા ઘટે તે રીતે એક્સાઈઝ ડ્યૂટી ઘડાટી હતી. કારણ કે લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. પણ હવે જ્યારે કિંમતો ઘટીને 70 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે, લગભગ અડધા કરતાં વધારે ભાવ ઘટયો છે તો ભાવ ઘટાડો આવશે ક્યારે તે પ્રશ્નને લઈને સરકાર પણ હવે વિપક્ષોની રડારમાં છે.
ADVERTISEMENT
ભાજપ નેતાના ભાઈ અને વ્યાજખોરોથી પરેશાન વડોદરાના બિલ્ડરનો આપઘાતનો પ્રયાસ
સંસદમાં પણ પુછાયા સવાલો
કાચા તેલના ભાવ ઘટાડા છતા લોકો માટેના પેટ્રોલ ડિઝલના ભાવો નહીં ઘટતા સંસદના બજેટ સત્રમાં પણ સાસંદોએ સવાલો કર્યા છે. જેા જવાબમાં પેટ્રોલિયમ મંત્રીથી માંડીને પેટ્રોલિયમ રાજ્યમંત્રી દ્વારા જણાવાયું હતું કે, ઓઈલ કંપનીઓએ 6 એપ્રિલ 2022એ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડ્યા તે પછી બાવ ઘટાડો થયો નથી. પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ કહ્યું હતું કે, IOC, HPCL અને BPCL જેવી ત્રણ સરકારી કંપનીઓએ એપ્રિલ 2022થી ડિસેમ્બર 2022 દરમિયાન 18622 કરોડનું નુકસાન કર્યું હતું. ભારતીય બાસ્કેટ ક્રૂડ ઓઈલનો ભાવ રૂપિયાના સંદર્ભમાં બેરલ દીઠ 23 ટકા વધ્યો છે. સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં 1.08 ટકા અને ડીઝલમાં 3.40 ટકાનો વધારો કર્યો છે. આ તરફ તજજ્ઞોનું માનવું છે કે ઓઈલ કંપનીઓ ભાવ ઘટવા છતા લોકો માટેના ભાવ નહીં ઘટાડવા પાછળ પોતાને થયેલું નુકસાન ભરપાઈ કરવાનો પ્રયત્ન કરી રહી છે.
ADVERTISEMENT