Google, Amazon Prime, Telegram સહિતની કેટલી સેવાઓ થઈ ઠપ, અનેક યુઝર્સ પરેસાન!

ADVERTISEMENT

online services down
online services down
social share
google news

Jio, Google, Airtel, ShareChat, Telegram down: દેશભરમાં આજે ઘણી સામાજિક અને ઓનલાઈન સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. X (Twitter), Jio, Airtel, Google અને અન્ય ઘણી ઓનલાઈન સેવાઓએ અચાનક કામ કરવાનું બંધ કરી દીધું. દેશભરમાં ઘણા યુઝર્સ Jio, Airtel, Google, ShareChat સહિતના ઘણા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શક્યા ન હતા. મળતી માહિતી અનુસાર, આજે દેશભરમાં ઘણા વપરાશકર્તાઓ બપોરે 1:44 વાગ્યાની આસપાસ આ સેવાઓનો ઉપયોગ કરી શક્યા ન હતા. ઓનલાઈન સેવાઓમાં આ સમસ્યા કોઈ એક કંપનીના સર્વરને કારણે થઈ છે કે અન્ય કોઈ કારણથી થઈ છે તે હાલમાં જાણવા મળ્યું નથી.

આ સેવઓ કેટલા શહેરમાં થઈ ઠપ?

એવું લાગે છે કે ઓનલાઈન સેવાઓમાં આ ખામી ભારતમાં જ આવી છે. આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહેલા અન્ય કોઈપણ દેશના વપરાશકર્તાઓ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી. જો આપણે ડાઉનડિટેક્ટરના આઉટેજ મેપ પર નજર કરીએ તો, આ સમસ્યા દેશના ઘણા ભાગોમાં આવી છે. આઉટેજની આ સમસ્યા ચંદીગઢ, દિલ્હી, લખનૌ, રાંચી, કોલકાતા, કટક, નાગપુર, સુરત, મુંબઈ, પુણે, હૈદરાબાદ, બેંગલુરુ, ચેન્નાઈ, ગુવાહાટી અને ઘણા શહેરોમાં આવી છે.

Gold Rate Today: સસ્તું સોનું ખરીદવાનો મોકો, ઘટ્યા ભાવ, જાણો આજે શું છે સોના-ચાંદીના નવા ભાવ?

ભારતમાં કઈ ટેલિકોમ કંપનીઓ ડાઉન છે?

એક મીડિયા રિપોર્ટ અનુસાર, Jio અને Airtelની સેવાઓ પણ થોડા સમય માટે ડાઉન હતી.

ADVERTISEMENT

ભારતમાં કયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન છે?

મીડિયા રિપોર્ટ્સના આધારે, X (Twitter), Snapchat અને Telegram જેવા અન્ય ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની સેવાઓ પ્રભાવિત થઈ હતી. આ સિવાય ઈન્સ્ટારામ, ફેસબુક, વોટ્સએપ જેવી એપ્સ પણ ડાઉન રહી. ઉપરાંત પ્રાઇમ વિડિયો, યુટ્યુબ જેવી સેવાઓ પણ થોડા સમય માટે બંધ રહી.
 

    follow whatsapp

    ADVERTISEMENT