Jioએ કરી ગેમ! લોન્ચ કર્યા 3 નવા સસ્તા પ્લાન, અનલિમિટેડ કોલ અને જાણો કેટલો મળશે ડેટા
Jioએ હાલના રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કર્યા બાદ હવે તેના પ્રીપેડ યૂઝર્સ માટે ત્રણ નવા સસ્તા પ્લાન રજૂ કર્યા છે. નવા પ્લાનમાં ફ્રી કોલિંગ, ડેટા અને OTT સ્ટ્રીમિંગનો લાભ મળશે. આ પગલું તેના પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા અને યૂઝર્સને ઓછી કિંમતે વધુ વેલિડિટી, ડેટા, કૉલ્સ અને OTT લાભો આપવા માટે બનાવ્યો છે. ચાલો તમને Jio ના આ ત્રણ નવા પ્લાન વિશે વિગતવાર જણાવીએ...
ADVERTISEMENT
Reliance Jio 3 New Plans: Jioએ હાલના રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કર્યા બાદ હવે તેના પ્રીપેડ યૂઝર્સ માટે ત્રણ નવા સસ્તા પ્લાન રજૂ કર્યા છે. નવા પ્લાનમાં ફ્રી કોલિંગ, ડેટા અને OTT સ્ટ્રીમિંગનો લાભ મળશે. આ પગલું તેના પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા અને યૂઝર્સને ઓછી કિંમતે વધુ વેલિડિટી, ડેટા, કૉલ્સ અને OTT લાભો આપવા માટે બનાવ્યો છે. ચાલો તમને Jio ના આ ત્રણ નવા પ્લાન વિશે વિગતવાર જણાવીએ...
1) Jio નો 329 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
Jioનો રૂ. 329 પ્રીપેડ પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન ગ્રાહકોને અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને 100 SMS/દિવસ સાથે દરરોજ 1.5GB ડેટા આપે છે. આ પ્લાનની ખાસિયત JioSaavn Proનું સબસ્ક્રિપ્શન છે, જેના દ્વારા યુઝર્સ એડ ફ્રી ગીતો મફતમાં સાંભળી શકે છે. આ પ્લાનમાં કોઈ 5G ઓફર સામેલ નથી.
2) Jio નો 949 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
Jioનો રૂ. 949 પ્રીપેડ પ્લાન 84 દિવસની સર્વિસ વેલિડિટી સાથે આવે છે. આ પ્લાન દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને 100 SMS/દિવસ ઑફર કરે છે. આ પ્લાનની ખાસ વાત એ છે કે બંડલ કરેલ Disney + Hotstar મોબાઇલ સબસ્ક્રિપ્શન છે જે 3 મહિના સુધી ચાલશે.
આ પણ વાંચો
ADVERTISEMENT
3) Jio નો 1049 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
રિલાયન્સ જિયોનો રૂ. 1049નો પ્લાન 84 દિવસની સર્વિસ વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા, અનલિમિટેડ વૉઇસ કૉલિંગ અને 100 SMS/દિવસ ઉપલબ્ધ છે. આ પ્લાનમાં SonyLIV અને ZEE5 OTT પ્લેટફોર્મનો લાભ ઉપલબ્ધ છે. આ પ્લાન સાથે અનલિમિટેડ 5G ઇન્ટરનેટ ઉપલબ્ધ છે. Jioના તમામ પ્લાન વિશે જાણવા અહીં ક્લિક કરો...
આ પણ વાંચોઃ Jioએ ચૂપચાપ ઘટાડ્યા રિચાર્જ ભાવ : પહેલા મોંઘો કર્યો, હવે 200 રૂપિયા સસ્તો કર્યો આ પ્લાન
ADVERTISEMENT
ADVERTISEMENT