Jioના કરોડો યુઝર્સ ખુશ-ખુશ! આ પ્લાનના ફાયદા જાણીને તમે પણ રિચાર્જ પ્લાન બદલી નાખશો

ADVERTISEMENT

Jio Freedom plan
Jioના કરોડો યુઝર્સ ખુશ-ખુશ!
social share
google news

જુલાઈ મહિનામાં રિલાયન્સ જિયોએ તેના રિચાર્જ પ્લાનની કિંમતોમાં 25% સુધીનો વધારો કર્યો હતો. કંપનીના આ નિર્ણયથી દેશભરમાં Jio સિમનો ઉપયોગ કરતા કરોડો યુઝર્સને મોટો ઝટકો લાગ્યો હતો. જ્યારથી રિચાર્જ પ્લાન્સ મોંઘા થયા છે, ત્યારથી કંપનીના યુઝર્સ સસ્તા પ્લાન્સ શોધી રહ્યા છે. જો તમે પણ સસ્તો પ્લાન શોધતા હોવ તો કંપનીએ એક નવો પ્લાન શરૂ કર્યો છે. જેનું નામ જિયો ફ્રીડમ પ્લાન છે, જેમાં યુઝર્સને ફ્રી કોલિંગ અને ડેટાની સુવિધા મળશે. ચાલો જાણીએ આ પ્લાન વિશે...


Jio Freedom plan

કંપનીનો આ પ્લાન 355 રૂપિયાનો છે. 355 રૂપિયાના આ પ્લાનમાં યુઝરને 30 દિવસની વેલિડિટી મળશે, ઈન્ટરનેટનો ઉપયોગ કરવા માટે આ પ્લાનમાં ટોટલ 25 જીબી ડેટા મળે છે. પ્લાનની ખાસિયત NO DATE LIMIT છે. એટલે કે તમે ઈચ્છો તો આ પ્લાનમાં ઓફર કરવામાં આવતા ટોટલ ડેટાને એક દિવસમાં પણ ખર્ચ કરી શકો છો. 

મળશે અનલિમિટેડ કોલિંગ

આ પ્લાનમાં કુલ 25GB ડેટા ઉપલબ્ધ છે, પ્લાનમાં મળી રહેલા ડેટાની લિમિટ પૂર્ણ થયા બાદ ઈન્ટરનેટ સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે. આ સાથે જ ગ્રાહકોને આ પ્લાનની સાથે રોજ 100 એસએમએસ પણ ફ્રી મળશે અને અનલિમિટેડે કોલિંગની પણ સુવિધા મળશે. પ્લાનની સાથે કંપની Jio સિનેમા અને Jio TVની સાથે Jio સિક્યુરિટીનો પણ ફ્રી એક્સેસ આપી રહી છે.

ADVERTISEMENT


Jioનો 349 રૂપિયાનો પ્લાન 

જિયોએ 349 રૂપિયાનો એક નવો પ્લાન લૉન્ચ કર્યો છે. આ પ્લાન એવા લોકો માટે ખુબ સારો છે જે ઓછા સમયમાં વધુ ડેટા ઈચ્છે છે. તેની વેલિડિટી 28 દિવસની છે અને તેમાં તમે કોઈ પણ નેટવર્ક પર કોઈ પણ રોકટોક વગર ફ્રી કોલિંગ કરી શકો છો. ડેટાની વાત કરીએ તો તમને 28 દિવસ માટે કુલ 56GB મળશે. એટલે કે રોજ 2GB ડેટા મળશે. ખાસ વાત એ છે કે આ પ્લાનમાં અનલિમિટેડ 5જી  ડેટા પણ મળે છે. અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા પણ આ પ્લાનમાં મળશે.

    follow whatsapp

    ADVERTISEMENT