કિંજલ દવેએ અનંત-રાધિકાના ગરબામાં રંગ જમાવ્યો, આખો અંબાણી પરિવાર ગરબે ઝૂમ્યો
અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયામાં લગ્નની રસમો શરૂ થઈ ચૂકી છે. ત્યારે જાણિતી ગુજરાતી સિંગર કિંજલ દવેએ અનંત-રાધિકાના ગરબા રાસમાં લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. જેના ફોટો અને વીડિયો સામે આવ્યા છે.
ADVERTISEMENT
Kinjal Dave Perform at anant - Radhika wedding : એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ના પુત્ર અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈએ (Anant-Radhika Wedding) લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. ત્યારે અંબાણીના નિવાસસ્થાન એન્ટિલિયામાં લગ્નની રસમો શરૂ થઈ ચૂકી છે. ત્યારે જાણિતી ગુજરાતી સિંગર કિંજલ દવેએ રાધિકાના ગરબા રાસમાં લાઈવ પરફોર્મન્સ આપ્યું હતું. જેના ફોટો અને વીડિયો સામે આવ્યા છે.
કિંજલ દવેએ ગરબામાં કર્યું લાઈવ પરફોર્મન્સ
ગરબા નાઈટનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતી કલાકાર કિંજલ દવેએ પરફોર્મ કર્યું હતું. કિંજલ દવેના સૂરે અંબાણી પરિવાર અને મહેમાનોએ ગરબા કર્યા હતા. ગરબામાં હાજર મહેમાનો ગરબે ઝૂમ્યા હતા. આ ગરબાના વીડિયો પણ સામે આવ્યા છે.
નીતા અંબાણીનો નવો લુક આવ્યો સામે
રાધિકાના ઘરે થયેલા ગરબા રાસ ફંક્શનથી રાધિકાનો નવો લુક સામે આવ્યો છે. જેમાં તેમણે પોતાની દીકરી ઈશા અંબાણઈને જ કોપી કરી લીધી છે. આ વખતે એવો ઘાઘરો પહેરેલા નજરે આવ્યા, જેને જોઈને લાગ્યું કે તેમણે ઈશાના અનંતની હલ્દી વાળા લુકને કોપી કરી લીધો છે.
ADVERTISEMENT
મલ્ટીકલર ઘાઘરામાં નીતા અંબાણી સુંદર દેખાઈ રહ્યા હતા. કિંજલ દવેએ રાધિકાના ગરબાની તસવીરો શેર કરી છે. જેમાં તે નીતા અંબાણી અને મુકેશ અંબાણીના સાથે નજરે પડી રહી છે. તો મુકેશ અંબાણીએ ક્રીમ કલરનો કુર્તો-ચૂડીદાર અને હાફ જેકેટ પહેર્યું હતું તો નીતા અંબાણીએ તોરાની લેબલના દિલ રંગ જીવા ઘાઘરામાં સેટમાં સુંદર દેખાઈ રહ્યા હતા. જેની કિંમત ઇન્ટરનેટના અનુસાર, રૂપિયા 1,35,500 છે. જોકે, તેમની ચોલી અને દુપટ્ટાને કસ્ટમ કરીને બનાવાયો છે. આ સાથે જ કિંજલ દવેએ કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં એક તસવીરમાં કિંજલ દવે અનંત અંબાણી સાથે જોવા મળી રહી છે.
ગરબામાં ડાન્સ કરતા જોવા મળ્યો અંબાણી પરિવાર અને દુલ્હન
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT