ફ્રી વીજળીની સ્કીમ પર સરકાર આપી રહી છે 78 હજાર સુધીની સબસિડી, 6 સરળ સ્ટેપમાં જાણો સંપૂર્ણ પ્રોસેસ

ADVERTISEMENT

Free Electricity Scheme
Free Electricity Scheme
social share
google news

Free Electricity Scheme: સામાન્ય લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે સરકારે PM સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ 1 કરોડ પરિવારોને લાભ આપવામાં આવશે. નવી યોજના હેઠળ રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવનારા લોકોને સબસિડી આપવામાં આવશે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 30 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે.

પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ, 1-કિલોવોટ રૂફટોપ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરનાર વ્યક્તિને 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. 2 kW ની સિસ્ટમ ઇન્સ્ટોલ કરનારાઓ માટે નવી સબસિડી રૂ. 60,000 હશે, જ્યારે 3 kW રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરનારાઓને રૂ. 78,000 ની સબસિડી મળશે. આવો જાણીએ તમે કેવી રીતે તમે આ યોજનામાં સબસિડી મેળવી શકો છો.

આ પણ વાંચો: IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સની વધી મુશ્કેલી, ટીમમાંથી બહાર થશે આ સ્ટાર ખેલાડી!

સબસિડી કેવી રીતે મેળવવી?

  1. સૌ પ્રથમ તમારે પોર્ટલ પર નોંધણી કરાવવી પડશે, જેના માટે તમારું રાજ્ય અને વીજળી વિતરણ કંપની પસંદ કરો. આ પછી તમારે તમારો વીજળી ઉપભોક્તા નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ દાખલ કરવા પડશે.
  2. બીજા સ્ટેપમાં, ગ્રાહક નંબર અને મોબાઇલ નંબર સાથે લોગિન કરો અને ફોર્મ મુજબ રૂફટોપ સોલર માટે અરજી કરો.
  3. ત્રીજા સ્ટેપમાં, જ્યારે તમને Feasibility Approval મળી જાય, પછી કોઈપણ રજિસ્ટર્ડ વિક્રેતા પાસેથી પ્લાન્ટ ઇન્સ્ટોલ કરાવો.
  4. ઇન્સ્ટોલેશન પૂર્ણ થયા પછી, પ્લાન્ટની વિગતો સબમિટ કરો અને નેટ મીટર માટે અરજી કરો.
  5. આગળના સ્ટેપમાં, નેટ મીટરની ઈન્સ્ટોલેશન અને DISCOM દ્વારા ચકાસણી કર્યા પછી, પોર્ટલ પરથી કમિશનિંગ પ્રમાણપત્ર જનરેટ કરવામાં આવશે.
  6. છેલ્લા સ્ટેપમાં, એકવાર તમે કમિશનિંગ રિપોર્ટ મેળવી લો, પછી પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને કેન્સલ ચેક સબમિટ કરો. તમને 30 દિવસની અંદર તમારા બેંક ખાતામાં સબસિડી મળી જશે.

આ પણ વાંચો: RTE માં મફત એડમિશન માટે કોણ અરજી કરી શકે? ફૉર્મ ભરવું હોય તો આટલા ડોક્યુમેન્ટ હાથવગા કરી લો

તમે ક્યાંથી નોંધણી કરાવી શકો?

જો તમે ઓનલાઈન અરજી કરવા ઈચ્છો છો તો તમે સત્તાવાર વેબસાઈટ https://pmsuryaghar.gov.in પર જઈ શકો છો. તમે તમારી સંપૂર્ણ માહિતી સાથે નોંધણી કરાવી શકો છો. આ સિવાય જો તમે ઓફલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માંગતા હોવ તો નજીકની પોસ્ટ ઓફિસ પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

ADVERTISEMENT

આટલા રૂપિયાનો ખર્ચ કરશે સરકાર

સરકારે માહિતી આપી હતી કે આ યોજના હેઠળ 1 કરોડ પરિવારોને લાભ આપવામાં આવશે જેમણે તેમના ઘરની છત પર સોલાર પેનલ લગાવવી પડશે. સરકાર આ સમગ્ર પ્રોજેક્ટ હેઠળ કુલ રૂ. 75,021 કરોડનો ખર્ચ કરશે.
 

    follow whatsapp

    ADVERTISEMENT