સાવધાન: Google સાંભળે છે તમારી બધી વાત! તાત્કાલિક ફોનમાંથી બદલો આ સેટિંગ

ADVERTISEMENT

Google
ગૂગલ સેટિંગ
social share
google news

શું તમારી સાથે પણ ક્યારેય એવું બન્યું છે કે તમે કોઈ મિત્ર સાથે નવી કાર ખરીદવાની વાત કરી હોય અથવા કોઈ પ્રોપર્ટી ખરીદવાનો પ્લાન જણાવ્યો હોય અને તમારા સ્માર્ટફોન પર તેના સાથે સંબંધિત એડવર્ટાઈઝ દેખાવા લાગી હોય? મોટાભાગના એન્ડ્રોઇડ (Android) યુઝર્સ આ પ્રકારની સમસ્યાનો સામનો કરે છે. આવું એટલા માટે થાય છે કારણ કે તમારો સ્માર્ટફોન તમારી દરેક વાત સાંભળે છે. જો તમે તમારા સ્માર્ટફોનમાં આ સેટિંગ નહીં કરો તો તમારી પર્સનલ માહિતી વાત ગૂગલને ખબર પડી જશે. 

ગૂગલ એકાઉન્ટ પર કામ કરે છે સ્માર્ટફોન

સમગ્ર વિશ્વમાં ઉપયોગ થનારા તમામ Android સ્માર્ટફોન ગૂગલ એકાઉન્ટ પર કામ કરે છે. Google એકાઉન્ટ બનાવ્યા વગર તમે તમારા Android સ્માર્ટફોન પર કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો નહીં અને તેની ઘણી સર્વિસનો ઉપયોગ કરી શકશો નહીં. આવી સ્થિતિમાં ગૂગલ એકાઉન્ટ બનાવતી વખતે તમે તેને ઘણી બધી એવી પરમિશન આપી દો છો, જેના કારણે તમારી દરેક નાની-મોટી માહિતી ગૂગલ સુધી પહોંચી જાય છે અને પછી ગૂગલ તેના આધારે એડવર્ટાઈઝ પ્રમોટ કરીને પૈસા કમાય છે.

ફોનમાં તાત્કાલિક કરો આ સેટિંગ્સ 

જો તમે નથી ઈચ્છતા કે Google તમારી કોઈ વાત સાંભળે તો તમારે તમારા સ્માર્ટફોનમાં એક નાનું સેટિંગ કરવું પડશે.

ADVERTISEMENT

- સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ (Android) સ્માર્ટફોનના સેટિંગમાં જાવ.
- આ પછી નીચે સ્ક્રોલ કરો અને ગૂગલના સેટિંગ્સ પર ટેપ કરો.
- આગલા પેજ પર તમને તમારી ગૂગલ પ્રોફાઈલ જોવા મળશે. 
- આ પેજ પર આપવામાં આવેલા Manage Your Google Account પર ટેપ કરો. 
- ત્યારપછી તમારે ડેટા એન્ડ પ્રાઈવસી (Data & Privacy) સેક્શનમાં જવું પડશે.
- આ પેજ પર તમને વેબ અને એપ એક્ટિવિટી (Web & App Activity)નો વિકલ્પ મળશે. તેના પર ટેપ કરો અને આગલા પેજ પર જાઓ.
- અહીં તમને Subsettingsમાં  Include Audio and Video activityનો ઓપ્શન દેખાશે. 
- આના પર લાગેલા ટિકને હટાવી દો અને ગૂગલની ટર્મ ઓફ સર્વિસને એક્સેપ્ટ કરી લો. 

આ રીતે તમારા સ્માર્ટફોનના માઈક્રોફોનનું એક્સેસ ગૂગલને નહીં મળે. આ પછી Google તમારા સ્માર્ટફોનના માઈક્રોફોનમાંથી આવતા કોઈપણ અવાજને રેકોર્ડ કરશે નહીં અને તમને બોલાયેલા શબ્દો સાથે સંબંધિત જાહેરાતો દેખાશે નહીં. એટલું જ નહીં, તમારી ખાનગી વાતો પણ પ્રાઈવેટ જ રહેશે. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT