Bank Loan: એકય બેંક લોન આપવાની ના નહીં પાડે...બસ આ બાબતોનું રાખો ધ્યાન

ADVERTISEMENT

Bank Loan
5 મિનિટમાં લોન પાસ
social share
google news

Bank Loan: આજના સમયમાં મોટાભાગના લોકોને ક્યારેક તો લોન (Loan) લેવાની જરૂર પડે જ છે, પછી તે મકાન ખરીદવા માટે હોય કે પછી બાળકના ભણતર કે લગ્ન માટે. આવી સ્થિતિમાં લોકો બેંકોમાં જાય છે અને લોન માટે અરજી કરે છે. પરંતુ એ જરૂરી નથી કે તમામ અરજદારોની લોન મંજૂર જ થઈ જાય. વાસ્તવમાં, Bank Loan Processમાં સિબિલ સ્કોર (CIBIL સ્કોર) અથવા ક્રેડિટ સ્કોર મહત્વની ભૂમિકા ભજવે છે અને આ આંકડો જ તમારી લોન પાસ કરવવાનું મુખ્ય માધ્યમ હોય છે. જો સિબિલ સ્કોર મજબૂત હોય  તો બેંક તમને લોન આપવામાં સમય લેશે નહીં. અમે તમને જણાવી રહ્યા છીએ કે CIBIL સ્કોર કેટલો હોવો જોઈએ અને તેને વધુ સારો કેવી રીતે બનાવી શકાય છે?

આટલો સિબિલ સ્કોર જરૂરી

સિબિલ સ્કોર  (Cibil Score) અથવા ક્રેડિટ સ્કોર (Credit Score) એ મહત્વની બાબત હોય છે, જો તે મજબૂત હોય તો બેંક ફટાફટ લોક એપ્રુવ કરી નાખે છે, પરંતુ જો તે ખરાબ હોય તો લોન મેળવવી મુશ્કેલ બની જાય છે. જો બેંક તમને લોન આપવામાં આનાકાની કરી રહી છે, તો એકવાર તમારો CIBIL સ્કોર ચોક્કસથી તપાસો. તમારો CIBIL જેટલું વધારે હશે, બેંક તમને એટલી જ સરળતાથી લોન (Bank Loan) આપશે. 700થી ઉપર CIBIL સ્કોર સારી કેટેગરીમાં આવે છે. 

આ પણ વાંચોઃ બેંકમાં જઈને કહો આ 2 વાત, સેવિંગ એકાઉન્ટ પર મળવા લાગશે ત્રણ ગણું વ્યાજ!

 

ADVERTISEMENT

કેટલો હોવો જોઈએ સ્કોર?

હવે વાત કરીએ આખરે આ સિબિલ સ્કોર શા માટે જરૂરી છે અને તેના દ્વારા બેંક લોન કેવી રીતે પ્રભાવિત થાય છે. તો તમને જણાવી દઈએ કે, આ આંકડા દ્વારા બેંકોને ખબર પડે છે કે તમે લીધેલી લોનને ચૂકવવામાં સક્ષમ છો અને તેને પરત કરવામાં વિલંબ કરશો નહીં. સામાન્ય રીતે જો આપણે બેંકો દ્વારા નિર્ધારિત ધોરણો પર નજર કરીએ તો કોઈપણ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર 300થી 900 પોઈન્ટની વચ્ચે હોય છે અને CIBIL સ્કોર 700 થી ઉપર હોય તો તેને સારો (Best Credit Score) ગણવામાં આવે છે.

ખરાબ સ્કોર બને છે લોનમાં અડચણ

જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ છે અથવા 700થી ઘણો નીચે છે, તો તમને લોન મેળવવામાં અડચણોનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં તમારો ક્રેડિટ સ્કોર વધારવો જરૂર છે. આ માટે કેટલી ટિપ્સ છે, જેને અપનાવીને મે સરળતાથી લોન મેળવી શકો છો અને આમાં પહેલા તમારી EMI અથવા બાકી રકમ સમયસર ચૂકવો. જો તમે પહેલાથી જ કોઈ લોન લીધી હોય, જેમ કે હોમ લોન  (Home Loan), પર્સનલ લોન  (Personal Loan) અથવા ઓટો લોન (Auto Loan). ભલે તે ક્રેડિટ કાર્ડ દ્વારા જ કેમ ન લેવામાં આવી હોય. તેને સમયસર ચૂકવવાથી તમારો CIBIL સ્કોર બગડશે નહીં.

ADVERTISEMENT

આ પણ વાંચોઃ Personal Loan: પૈસાની જરૂર છે? જાણો કઈ બેંક આપે છે સૌથી ઓછા વ્યાજે પર્સનલ લોન

 

ADVERTISEMENT

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો

ક્રેડિટ કાર્ડ (Credit Card)નો ક્રેઝ વધ્યો છે અને તે લોકોની જરૂરિયાતો પૂરી કરવા માટેનું મુખ્ય માધ્યમ બની ગયું છે. જોકે, તેના ફાયદાઓની સાથે જ ઘણી સાઈડઈફેક્ટ પણ  છે. સિબિલ સ્કોર વિશે વાત કરીએ તો તમારે તમારી ક્રેડિટ લિમિટનો ઉપયોગ ખૂબ જ કાળજીપૂર્વક કરવો જોઈએ. બેંક દ્વારા આપવામાં આવેલી સંપૂર્ણ ક્રેડિટ લિમિટનો ઉપયોગ ન કરો, જો કોઈ મોટી જરૂરિયાત ન હોય તો આ મર્યાદાના 30-40 ટકાનો ઉપયોગ કરો.

આ પણ વાંચોઃ Aadhaar Card થી કેવી રીતે મળશે લોન? આ સ્ટેપ્સ ફોલો કરવાથી સરળતાથી મળી જશે પૈસા

 

એકસાથે વધારે લોન લેવાનું ટાળો

તમારા CIBIL સ્કોરને મેનેજ કરવા માટે બીજી સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમારે એકસાથે વધારે લોન લેવાનું ટાળવું જોઈએ, આ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે અને તેની સીધી અસર તમારા CIBIL સ્કોર પર પડે છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો એક સાથે અનેક લોન લે છે અને પછી તેના હપ્તા ભરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ આમ કરવાથી તમારા આર્થિક સ્વાસ્થ્યની સ્થિતિ બગડી શકે છે. આવી સ્થિતિમાં જ્યારે જૂની લોન પૂરી થાય પછી જ નવી લોન લો. 

    follow whatsapp

    ADVERTISEMENT