Aadhaar Card થી કેવી રીતે મળશે લોન? આ સ્ટેપ્સ ફોલો કરવાથી સરળતાથી મળી જશે પૈસા

ADVERTISEMENT

 Instant loan through aadhaar card
ઘરે બેઠા આધાર કાર્ડની મળી જશે લોન
social share
google news

Instant loan through aadhaar card: દેશમાં લગભગ દરેક વ્યક્તિ પાસે પોતાનું આધાર કાર્ડ છે. ઘણા સરકારી કામોમાં આધારકાર્ડ ફરજિયાત છે. પરંતુ શું તમે જાણો છો કે આધાર કાર્ડથી લોન પણ લઈ શકાય છે? 10 કે 20 હજાર નહીં, પરંતુ તમે આધારકાર્ડથી 50 હજાર રૂપિયા સુધીની લોન મેળવી શકો છો. જાણો આધાર કાર્ડથી લોન કેવી રીતે લેવી?

આધાર કાર્ડથી લોન લેવા માટે શું-શું જરૂરી છે?

- લોન માટે અરજી કરનાર વ્યક્તિની ઉંમર 21થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- લોન અરજદાર (loan applicant)નો CIBIL સ્કોર 750 કે તેથી વધુ હોવો જોઈએ.
- દર મહિને મિનિમમ પગાર રૂ. 15,000/- હોવો જોઈએ.
- તમારો ફોન નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ.

આ પણ વાંચોઃ ગ્રે માર્કેટમાં 'ગદર' મચાવી રહ્યો છે આ IPO, આવતા અઠવાડિયે પૈસા કમાવવાની શાનદાર તક

 

આ પણ વાંચો

ADVERTISEMENT

કયા-કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ?

- અરજદારનું આધાર કાર્ડ
- મોબાઈલ નંબર
- પાન કાર્ડ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો

તમને જણાવી દઈએ કે, આધાર કાર્ડ દ્વારા મળતી લોન પર પર્સનલ લોન જેટલો વ્યાજ દર (ઈન્ટરેસ્ટ રેટ) ચૂકવવો પડે છે. સામાન્ય રીતે આ વ્યાજ દર 10.50 ટકાથી 14 ટકા સુધી હોય છે, પરંતુ હવે આ વ્યાજ દર દરેક જગ્યાએ અલગ-અલગ હશે. 

ADVERTISEMENT

આ પણ વાંચોઃ Multibagger Stocks: જોરદાર શેર....1 વર્ષમાં 1900%નું રિટર્ન, કંપનીનો નફો જોઈને ચોંકી જશો

 

ADVERTISEMENT

આધાર કાર્ડથી 50,000 રૂપિયા સુધીની લોન કેવી રીતે મેળવવી?

- આ માટે તમારે સૌથી પહેલા સંબંધિત બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે અને પર્સનલ લોન સેક્શન પર ટેપ કરીને તેને ઓપન કરવું પડશે.
- આ પછી નવા પેજમાં તમારે તમારું નામ, મોબાઈલ નંબર, જન્મ તારીખ, આધાર નંબર, પાન કાર્ડ અને અન્ય વિગતો આપવી પડશે.
- સાચી વિગતો ભર્યા પછી આગળની ટેબ ખોલો.
- હવે જે પેજ ખુલે છે તેના પર લોનની રકમ અને સમયગાળો (ટાઈમ પીરિયડ) પસંદ કરો.
- આ સ્ટેપમાં સંબંધિત બેંક અથવા સંસ્થા તમારા ડોક્યુમેન્ટ્સ અને એલિજિબિલિટી તપાસશે.
- જો લાયક જણાશો તો તમારી લોન અરજી સ્વીકારવામાં આવશે. 
- બેંકની પ્રોસેસ પૂર્ણ થતાં જ લોનની રકમ તમારા ખાતામાં આવી જશે. 


 

    follow whatsapp

    ADVERTISEMENT