DA Hike: કેન્દ્રના કર્મચારીઓ માટે મોટી ખબર! માર્ચ મહિનામાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો થશે વધારો

ADVERTISEMENT

કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે ખુશખબર!
DA Hike
social share
google news

7th Pay Commission: મોંઘવારી ભથ્થાની રાહ જોઈ રહેલા સરકારી કર્મચારીઓને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળી શકે છે. ઈકોનોમિક્સ ટાઈમ્સના અહેવાલ મુજબ, સરકાર માર્ચમાં કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થામાં 4 ટકાનો વધારો કરી શકે છે. 4 ટકાના વધારા બાદ DA અને DR 50 ટકાને પાર કરશે. તમને જણાવી દઈએ કે, DA અને DR એક વર્ષમાં બે વખત વધારો કરવામાં આવે છે. આ વધારો જાન્યુઆરી અને જુલાઈમાં કરવામાં આવે છે. 

કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે ખુશખબર!

DAમાં ​​છેલ્લો વધારો ઓક્ટોબર 2023માં થયો હતો. જ્યારે ડીએમાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જે બાદ મોંઘવારી ભથ્થું 46 ટકા પર પહોંચી ગયું હતું. વર્તમાન મોંઘવારી પ્રમાણે, એવો અંદાજ છે કે સરકાર ફરીથી ડીએમાં 4 ટકાનો વધારો કરી શકે છે. જો માર્ચમાં ડીએ વધારવાનો નિર્ણય લેવામાં આવે છે, તો સરકારી કર્મચારીઓને 1 જાન્યુઆરી, 2024 થી તેનો લાભ મળશે.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT