Closing Bell: દિવસની સારી શરૂઆત બાદ ઘટાડા સાથે શેરબજાર થયુ બંધ

ADVERTISEMENT

Stock Market
Stock Market
social share
google news

નવી દિલ્હી: આજે ગુરુવારે સવારે શેરબજાર જોરદાર ઉછાળા સાથે ખુલ્યું હતું આજે ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે.  આજે દિવસના અંતે બોમ્બે  સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 310 પોઈન્ટના ઘટાડા સાથે 58,774ની સપાટી પર બંધ થયો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 82 પોઈન્ટના ઘટાડા સાથે 17,522 પોઈન્ટ પર બંધ થયો હતો.

આજે શેરબજારમાં મોટા ભાગના સેક્ટરના શેરમાં ઘટાડો નોંધાયો હતો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ એસ્ટેટ સેક્ટર સિવાય આઈટી, બેન્કિંગ, ઓટો, ફાર્મા, એફએમસીજી, એનર્જી, મેટલ્સ, ઓઈલ એન્ડ ગેસ ઉપરાંત મીડિયા સેક્ટરના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 17 શેરમાં તેજી જોવા મળી હતી. જ્યારે 33 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 5 શેર લીલા નિશાનમાં અને 25 લાલ નિશાનમાં બંધ થયા હતા. બેન્ક નિફ્ટીના તમામ 12 શેરોમાંથી 6 શેર લાલ નિશાનમાં બંધ થયા છે.

આજની શરૂઆત
સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખુલ્યા હતા. સેન્સેક્સ લગભગ 250 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો હતો. નિફ્ટીમાં પણ 80 પોઈન્ટનો વધારો થયો હતો. સેન્સેક્સ હાલમાં 59,362.14ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 17,687.25 ની સપાટી પર કારોબાર કરી રહ્યો હતો. શરૂઆતના વેપારમાં ભારતી એરટેલ અને ટાટા સ્ટીલના શેરમાં એક-એક ટકા સુધીનો વધારો થયો હતો.

ADVERTISEMENT

આ શેરમાં થયો ઘટાડો
જો આપણે ઘટતા શેરો પર નજર કરવામાં આવે તો, અદાણી પોર્ટ્સ 2.43 ટકા, NTPC 1.18 ટકા, TCS 1.14 ટકા, સિપ્લા 1.12 ટકા, બજાજ ફાઇનાન્સ 1.81 ટકા, પાવર ગ્રીડ 1.37 ટકા, ઇન્ફોસીસ 1.28 ટકા,ઇન્ડસઇન્ડ બેન્ક 1.08 ટકા, હોસ્પિટલ A.08 ટકાના ઘટાડા સાથે બંધ થયો છે.

આ શેરમાં થયો વધારો
માર્કેટમાં વધતા શેરો પર નજર કરવામાં આવે તો  શ્રી સિમેન્ટ 1.71 ટકા, દિવીઝ લેબ 1.12 ટકા, હિન્દાલ્કો 0.91 ટકા, આઇશર મોટર્સ 0.89 ટકા, ગ્રાસિમ 0.78 ટકા, HDFC લાઇફ 0.78 ટકા, SBI લાઇફ 0.74 ટકાના વધારા સાથે બંધ થયા હતા.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT