Upcoming IPOs: આવતા અઠવાડિયે આવી રહ્યા છે 3 IPO, 6 નવા શેરનું પણ બજારમાં લિસ્ટિંગ

ADVERTISEMENT

IPOs Next Week
IPOs Next Week
social share
google news

IPOs Next Week: જો તમે ચૂંટણીના માહોલમાં IPO માર્કેટમાં નાણાંનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આગામી સપ્તાહ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવતા અઠવાડિયે, ત્રણ કંપનીઓના IPO સબસ્ક્રિપ્શન માટે ખુલી રહ્યા છે. તેમાંથી એક લોકસભા ચૂંટણી 2024ના પરિણામોના એક દિવસ પહેલા જ ખુલશે. આ સાથે 6 IPOનું લિસ્ટિંગ (IPO listing) પણ થવાનું છે.

1.Kronox Lab Sciences IPO

ક્રોનોક્સ લેબ સાયન્સનો IPO (Kronox Lab Sciences IPO) 3 જૂને રોકાણકારો માટે ખુલવા જઈ રહ્યો છે. આ IPOના કદ વિશે વાત કરીએ તો તે 130.15 કરોડ રૂપિયા છે અને 5 જૂન સુધી આ ઇશ્યૂમાં નાણાં રોકી શકાય છે.IPO હેઠળ, કંપની 9,570,000 શેર વેચશે અને તેના માટે પ્રાઇસ બેન્ડ પણ નક્કી કરવામાં આવી છે, જે 129-136 રૂપિયા છે.

ભાજપના ગઢમાં INDIA ગઠબંધન પાડશે ગાબડું! 10 વર્ષ બાદ ગુજરાતની કઈ સીટ હાથમાંથી સરકી શકે?

2.Magenta Lifecare IPO

ત્યારબાદ Magenta Lifecare IPO છે, જે 5 જૂને સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 7 જૂને બંધ થશે. SME કેટેગરીના આ IPOનું કદ રૂ. 7 કરોડ છે અને કંપની દ્વારા તેના શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 35 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.  તમારે ઓછામાં ઓછા 4000 શેર ખરીદવા પડશે, જેના માટે તમારે 1.40 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

ADVERTISEMENT

આવતીકાલે શેર બજાર પડાવશે 'બૂમ'? દિગ્ગજ એક્સપર્ટની ખુશ કરી દે તેવી ભવિષ્યવાણી

3.Sattrix IPO

જૂનના પ્રથમ સપ્તાહમાં ખૂલતા IPOની યાદીમાં આગળનું નામ Sattrix IPO છે. તેના ઈશ્યુનું કદ રૂ. 21.78 કરોડ છે અને તે 5 જૂનથી 7 જૂન સુધી સબસ્ક્રાઈબ કરી શકાશે. આ SME IPOની પ્રાઇસ બેન્ડ રૂપિયા 121 છે.  સેટ્રિક્સ ઇન્ફોર્મેશન સાયબર સિક્યુરિટી સેક્ટરમાં કામ કરે છે. ઇસ્ક એડવાઇઝર્સ  આ IPO ના બુક રનિંગ લીડ મેનેજર છે. બિગશેર સર્વિસિસને તેના રજિસ્ટ્રાર બનાવવામાં આવ્યા છે.

નોંધ- શેરબજાર અથવા IPO માર્કેટમાં કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT