આવતીકાલે શેર બજાર પડાવશે 'બૂમ'? દિગ્ગજ એક્સપર્ટની ખુશ કરી દે તેવી ભવિષ્યવાણી
Share Market: લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પૂરી થઈ ગઈ છે અને હવે 4 જૂને ચૂંટણી પરિણામો (Election Results) આવવાના છે. એક તરફ આખા દેશની નજર આ આંકડાઓ પર ટકેલી છે, તો બીજી તરફ શેરબજાર (Stock Market) પર પણ તેની અસર જોવા મળી શકે છે.
ADVERTISEMENT
Share Market: લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પૂરી થઈ ગઈ છે અને હવે 4 જૂને ચૂંટણી પરિણામો (Election Results) આવવાના છે. એક તરફ આખા દેશની નજર આ આંકડાઓ પર ટકેલી છે, તો બીજી તરફ શેરબજાર (Stock Market) પર પણ તેની અસર જોવા મળી શકે છે. લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા એક્ઝિટ પોલ(Exit Poll 2024)ના જે અનુમાન આવ્યા, તેને જોતા આવતીકાલે એટલે કે સોમવારે શેર બજારમાં જશ્નનો માહોલ રહી શકે છે. તમામ એક્સપર્ટ્સ પહેલા પણ એવું અનુમાન વ્યક્ત કરી ચૂક્યા છે કે જો NDA ત્રીજી વખત સત્તામાં આવશે તો શેરબજારમાં જોરદાર તેજી જોવા મળશે.
એક્ઝિટ પોલની અસર બજાર પર જોવા મળશે
આવતીકાલે શેરબજાર (Share Market) માં જશ્ન જોવા મળી શકે છે અને તેની પાછળનું કારણ છે કે એક્ઝિટ પોલમાં નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના આગેવાની હેઠળની NDA સરકારની વાપસીનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઈન્ડિયા ટુડે અને એક્સિસ માય ઈન્ડિયાના Exit Pollલ NDAને 543 બેઠકોમાંથી 361-401 બેઠકો મળવાનો અનુમાન લગાવવામાં આવ્યો છે. એક્ઝિટ પોલની અસર સોમવારે શેરબજારમાં જોવા મળશે. જો કે, મંગળવારે જ મતગણતરી છે ત્યાર બાદ ચિત્ર સ્પષ્ટ થશે.
NDAની જીત કે હારની કેવી અસર થશે?
લોકસભાની ચૂંટણી સંપન્ન થયા પહેલા અને એક્ઝિટ પોલ સામે આવ્યા પહેલા જ માર્કેટ એનાલિસ્ટ શેર બજારને લઈને પૂર્વાનુમાન લગાવવાનું શરૂ કરી દીધું હતું. જો આપણે આના પર નજર કરીએ તો તાજેતરમાં જ ફોરેક્સ કન્સલ્ટિંગ અને એસેટ મેનેજમેન્ટ ફર્મ IFA ગ્લોબલના સ્થાપક અભિષેક ગોએન્કાએ કહ્યું હતું કે જો ભાજપ તેની સ્થિતિને વધુ મજબૂત કરવામાં સક્ષમ છે અથવા જૂના પ્રદર્શનનું પુનરાવર્તન કરશે, તો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં 4થી 5 ટકાનો મજબૂત વધારો જોવા મળી શકે છે.
ADVERTISEMENT
ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તેજી આવશે
રોયટર્સના રિપોર્ટમાં ITI મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર રાજેશ ભાટિયાના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, જો ભાજપ 2019 કરતાં વધુ મજબૂત પ્રદર્શન કરશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં તેજી આવશે, જેના કારણે શેરબજારમાં તેજી જોવા મળશે. જો એક્ઝિટ પોલના અનુમાન ચૂંટણી પરિણામોમાં અનુવાદિત કરવામાં ન આવે તો શેરબજારને પ્રતિકૂળ અસર થઈ શકે છે.
આ શેરમાં જોવા મળી શકે છે જોરદાર તેજી!
મંગળવાર 4 જૂનના રોજ ચૂંટણીના પરિણામો પહેલા શેરબજારના નિષ્ણાતો મનપસંદ શેરોની યાદી પણ શેર કરી રહ્યા છે. સ્ટોક બ્રોકિંગ કંપની પ્રભુદાસ લીલાધર સેઠના એક્સપર્ટ અમનીશ અગ્રવાલ કહે છે કે જો દેશમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની એનડીએ સરકાર ફરી આવશે તો ઈન્ફ્રાથી લઈને ટેક સેક્ટર સુધીના શેરો રોકેટની ઝડપે વધશે. તેમણે કહ્યું કે જો NDA સત્તામાં આવશે તો રેલવે, ડિફેન્સ અને PSUના શેર વધુ સારા સાબિત થઈ શકે છે. આ શેર આ ફેવરિટ લિસ્ટમાં સામેલ છે...
ADVERTISEMENT
- રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ
- અદાણી પોર્ટ્સ
- અંબુજા સિમેન્ટ
- લાર્સન એન્ડ ટુબ્રો
- સિમેન્સ
- એબીબી
- હિન્દુસ્તાન એરોનોટિક્સ (HAL)
- ભારત ઈલેક્ટ્રોનિક્સ (BEL)
- ભારત ડાયનેમિક્સ
- BEML
- મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ
- કોચીન શિપયાર્ડ્સ
- અલ્ટ્રાટેક સિમેન્ટ
- સ્ટર્લિંગ વિલ્સન
- વારી રિન્યૂએબલ
- એલ એન્ડ ટી
- પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ
ADVERTISEMENT
નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટ્સની સલાહ જરૂર લો.
ADVERTISEMENT