Budget 2024: ન્યૂ ટેક્સ રિજીમમાં મોટી રાહત, નોકરીયાતને સ્ટાન્ડર્ડ ડિડક્શન પર થશે ફાયદો

ADVERTISEMENT

New Tax Regime Slabs Changed
New Tax Regime Slabs Changed
social share
google news

New Tax Regime Slabs Changed: મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ આજે રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં સાતમી વખત બજેટ રજૂ  કરી ઇતિહાસ બનાવી દીધો છે. ન્યૂ ટેક્સ રિજીમમાં મોટી છૂટની જાહેરાત કરવામાં આવી છે. 3 થી 15 લાખની આવક પર હવે 20% થી વધારે ટેક્સ લાગશે નહીં.

ટેક્સ સ્લેબમાં બદલાવ 

નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારોની જાહેરાત કરી છે. હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50 હજાર રૂપિયાથી વધારીને 75 હજાર રૂપિયા કરવામાં આવી છે.

Taxable Income Old Tax Regime New Tax Regime
0 to Rs 2,50,000 0% 0%
Rs 2,50,001 to Rs 3,00,000 5% 0%
Rs 3,00,001 to Rs 5,00,000 5% 5%
Rs 5,00,001 to Rs 6,00,000 20% 5%
Rs 6,00,001 to Rs 9,00,000 20% 10%
Rs 9,00,001 to Rs 10,00,000 20% 15%
Rs10,00,001 to Rs12,00,000 30% 15%
Rs 12,00,001 to Rs 15,00,000 30% 20%
Rs15,00,001 and above 30% 30%

સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટી

કેન્સરની સારવાર માટે વપરાતી ત્રણ દવાઓને મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ આપવામાં આવશે. કિંમતી ધાતુઓ અંગે નાણાપ્રધાન સીતારમણે કહ્યું કે સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 6% અને પ્લેટિનમ પર 6.5% કરવામાં આવશે. નવીનતા, સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. મૂળભૂત સંશોધન અને પ્રોટોટાઈપ ડેવલપમેન્ટ માટે નેશનલ રિસર્ચ ફંડની સ્થાપના કરવામાં આવશે. વ્યાપારી સ્તરે ખાનગી ક્ષેત્ર દ્વારા સંચાલિત સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે રૂ. 1 લાખ કરોડનો ભંડોળ પૂલ પણ બનાવવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT