Anil Ambani ની કંપનીના આ શેરે રોકાણકારોના પૈસા 1 વર્ષમાં કર્યા ડબલ, રોજ લાગી રહી છે અપર સર્કિટ

ADVERTISEMENT

Anil Ambani
Anil Ambani
social share
google news

Multibagger Stocks: Anil Ambani ની માલિકીની કંપનીના શેર છેલ્લા કેટલાક સમયથી ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે અને આ રોકેટ જેવા શેરે માત્ર એક વર્ષમાં તેના રોકાણકારોના પૈસા બમણા કરી દીધા છે. અમે રિલાયન્સ પાવરના શેર વિશે વાત કરી રહ્યા છીએ, જેની કિંમત 1 રૂપિયાથી વધીને હવે 23 રૂપિયાને પાર થઈ ગઈ છે. જ્યાં સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, તો બીજી તરફ અનિલ અંબાણીની કંપનીના શેરમાં ખુલતાની સાથે જ અપર સર્કિટ લાગી હતી.

માર્કેટમાં ઘટાડા વચ્ચે શેરમાં લાગી અપર સર્કિટ

સોમવારે શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી, બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો વાળા સેન્સેક્સ 77.50 પોઈન્ટ ઘટીને 72,565.93 પર જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 40.40 પોઈન્ટ ઘટીને 21,982.90 ના સ્તર પર ખુલ્યો હતો. દરમિયાન અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરમાં અપર સર્કિટ લાગી હતી.

આ પણ વાંચો: Jio-Airtel નું ટેન્શન વધારશે ADANI, ટૂંક જ સમયમાં આવશે ટેલિકોમ કંપની

બીજા દિવસે રિલાયન્સ પાવરમાં અપર સર્કિટ

સવારે 9.15 વાગ્યે શેરબજાર ખુલતાની સાથે જ રિલાયન્સ પાવરનો શેર 4.58 ટકાની અપર સર્કિટ સાથે રૂ.23.20ના સ્તરે ખૂલ્યો હતો. આ સતત બીજો ટ્રેડિંગ દિવસ છે જ્યારે કંપનીના શેરમાં અપર સર્કિટ લાગી છે. આ વૃદ્ધિ સાથે કંપનીની માર્કેટ મૂડી પણ વધીને 8840 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તાજેતરના સમયમાં અનિલ અંબાણીની કંપનીના શેરમાં જોવા મળેલા તોફાની ઉછાળાને કારણે શેરના ભાવમાં લગભગ 8 ટકાનો ઉછાળો નોંધાયો છે. છેલ્લા છ મહિનામાં તેમાં 22 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

અનિલ અંબાણીની કંપનીના શેર 99% તૂટ્યા

અનિલ અંબાણીની આ કંપનીના શેર તેના સર્વકાલીન ઉચ્ચ સ્તરેથી 99 ટકા તૂટ્યા છે. 16 મે, 2008ના રોજ, રિલાયન્સ પાવર શેરનો ભાવ શેર દીઠ રૂ. 260.78 હતો, જ્યાંથી તે ઘટીને માર્ચ 2020માં રૂ. 1ના ભાવે પહોંચ્યો હતો. જોકે ત્યારપછી કંપનીના શેરમાં રિકવરી જોવા મળી હતી અને અહીંથી તેના શેરમાં 2500 ટકાથી વધુનો વધારો થયો હતો.

આ પણ વાંચો: રોહિત શર્માને MI ના કેપ્ટન પદેથી કેમ હટાવાયો? જુઓ Hardik Pandya અને કોચે શું પ્રતિક્રિયા આપી

રોકાણકારોના નાણાં એક વર્ષમાં બમણા થયા

8 ફેબ્રુઆરી, 2023 ના રોજ, રિલાયન્સ પાવરના શેરની કિંમત 11.70 રૂપિયા પર ટ્રેડ થઈ રહી હતી, પરંતુ આજે લગભગ એક વર્ષ પછી તે 23.20 રૂપિયા પર છે. એક વર્ષમાં આ સ્ટોક તેના રોકાણકારો માટે મલ્ટિબેગર સ્ટોક સાબિત થયો છે. તેણે 125.24 ટકા વળતર આપ્યું છે. એટલે કે, જો કોઈએ 8 ફેબ્રુઆરી, 2023 ના રોજ આ ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે આ રકમ 2 લાખ રૂપિયાથી વધુ થઈ ગઈ હોત.

ADVERTISEMENT

અનિલ અંબાણીની રિલાયન્સ પાવર શું કરે છે?

રિલાયન્સ પાવર લિમિટેડ એ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપની કંપની છે. રિલાયન્સ ગ્રૂપ નાણાકીય સેવાઓ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઊર્જા સહિત ઘણા ક્ષેત્રોમાં કાર્ય કરે છે. જ્યારે રિલાયન્સ પાવર ભારતમાં પાવર પ્રોજેક્ટના વિકાસ, બાંધકામ અને સંચાલન માટે કામ કરે છે. તેની કેટલીક સબસિડિયરી કંપનીઓ પણ છે. કંપની પાસે લગભગ 6000 મેગાવોટની ઓપરેશનલ પાવર જનરેશન એસેટ્સ છે.

ADVERTISEMENT

(નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)
 

    follow whatsapp

    ADVERTISEMENT