Amul બાદ હવે મધર ડેરીએ વધારી દૂધની કિંમત, જાણો કેટલાનો ઝીંકાયો ભાવ વધારો
Mother Dairy Milk Price Hike: 3 જૂનના રોજ માત્ર મોંઘવારીના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. એક તરફ NHAIએ રસ્તા પર મુસાફરી કરવી મોંઘી કરી દીધી છે. તો બીજી બાજુ ઘરમાં ચા, કોફી અથવા દૂધ પીવું પણ મોંઘું થઈ ગયું છે.
ADVERTISEMENT
Mother Dairy Milk Price Hike: 3 જૂનના રોજ માત્ર મોંઘવારીના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. એક તરફ NHAIએ રસ્તા પર મુસાફરી કરવી મોંઘી કરી દીધી છે. તો બીજી બાજુ ઘરમાં ચા, કોફી અથવા દૂધ પીવું પણ મોંઘું થઈ ગયું છે. આવું એટલા માટે કારણ કે અમુલ દૂધ બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો ઝીંકી દીધો છે.
મધર ડેરીએ દૂધના ભાવમાં ઝીંક્યો વધારો
જી હાં, ભારત સરકારના નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની માલિકીની કંપનીઓમાંથી એક મધર ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા અમૂલ દૂધની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો થયો છે. 3 જૂન, 2024થી દેશભરમાં દૂધના નવા દરો લાગુ કરવામાં આવ્યા છે.
મધર ડેરીના દૂધના નવા ભાવ શું છે?
Mother Dairy has increased prices of fresh pouch milk (All variants) by Rs 2 per litre, effective from June 3: Mother Dairy pic.twitter.com/zUnftxsG7d
— ANI (@ANI) June 3, 2024
અમૂલે પણ વધાર્યા હતા ભાવ
આપને જણાવી દઈએ કે, લોકસભાની ચૂંટણી પૂરી થતાની સાથે જ અમૂલ દૂધના પ્રતિ લીટર 2 રૂપિયાનો ભાવમાં વધારો થયો હતો.આજથી અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ, અને અમૂલ દહીંના નવા ભાવ લાગૂ થઈ ચૂક્યા છે. GCMMF લિમિટેડ તરફથી રવિવારે સત્તાવાર નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
દહીંના ભાવમાં પણ થયો વધારો
અમૂલ ગોલ્ડના લીટરનો ભાવ 64 રૂપિયાથી વધીને 66 રૂપિયા થઈ ચૂક્યો છે. અમૂલ ટી સ્પેશિયયલના પ્રતિ લીટરનો ભાવ 62 રૂપિયાથી વધીને 64 રૂપિયા થઈ ચૂક્યો છે. અમૂલ શક્તિના પ્રતિ લીટરના ભાવ 60 રૂપિયાથી વધીને 62 રૂપિયા થઈ ચૂક્યો છે, જ્યારે દહીંના ભાવમાં પણ વધારો કરાયો છે.
ADVERTISEMENT