Health Insurance ના નિયમોમાં મોટા ફેરફાર...હવે 65 વર્ષથી વધુ ઉંમરના લોકો પણ લઈ શકશે નવી પોલિસી

ADVERTISEMENT

IRDAI Health Insurance
Health Insurance ના નિયમોમાં મોટો ફેરફાર
social share
google news

IRDAI Health Insurance: જો તમારા માતા-પિતાની ઉંમર 65 વર્ષથી વધુ છે અને તમે તેમના માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી (Health Insurance) લેવા માંગો છો, તો હવે તમે લઈ શકો છો. કારણ કે વીમા નિયમનકાર IRDAI (Insurance regulator IRDAI)એ હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવાના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે અને પોલિસી ખરીદનાર વ્યક્તિઓ માટે 65 વર્ષની વય મર્યાદા હટાવી દીધી છે. આ પહેલા ગ્રાહકો માત્ર 65 વર્ષની ઉંમર સુધી જ નવી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદી શકતા હતા. 

હેલ્થ ઇન્સ્યોરન્સને લઈને IRDAIની મોટી જાહેરાત 

PTIના રિપોર્ટ મુજબ, હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદવા પર મહત્તમ વય મર્યાદા (Health Insurance Age Limit)ને સમાપ્ત કરીને IRDAIનો લક્ષ્ય એક વધુ સમાવિષ્ટ અને સુલભ સ્વાસ્થ્યસંભાળ ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનો છે, જે અણધાર્યા તબીબી ખર્ચાઓની સામે પર્યાપ્ત સુરક્ષા સુનિશ્ચિત કરે છે. આ નિયમ 1 એપ્રિલ, 2024થી હેલ્થ ઇન્સ્યોરન્સ (Health Insurance) પોલિસી માટે લાગુ કરવામાં આવ્યો છે. એટલે કે હવે કોઈપણ વયની વ્યક્તિ નવી હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી ખરીદી શકે છે.

આ પણ વાંચોઃ IPO Alert: પૈસા રાખો તૈયાર...આવતીકાલે કમાણીની જોરદાર તક, ખુલી રહ્યા છે 4 કંપનીઓના IPO

 

ADVERTISEMENT

વીમા કંપનીઓને અપાયો આ આદેશ 

IRDAIએ મહત્તમ વય મર્યાદા (મેક્સિમમ એજ લિમિટ)ને ખતમ કરતા એક પરિપત્રમાં કહ્યું કે તમામ વીમા કંપનીઓએ એ ખાતરી કરવી જોઈએ કે તેમની પાસે તમામ વય જૂથના લોકો માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ હોય. નિયમનકારે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોવાઈડર્સને સિનિયર સિટીઝન્સ (Senior Citizens) અનુરૂપ ઇન્સ્યોરન્સ પોલિસી લાવવા, તેના ક્લેમ અને ફરિયાદનો સામનો કરવા માટે ડેડિકેટેડ ચેનલ સ્થાપિત કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. 

આ પણ વાંચોઃ સોનું 1 લાખના આંકને વટાવીને વધુ મોંઘું થઈ જશે? ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે એક્સપર્ટ્સે આપ્યો નવો રેટ

 

ADVERTISEMENT

કેન્સર-એઈડ્સથી પીડિતો પણ લઈ શકે વીમો

તેના સર્કુલરમાં IRDAIએ વીમા કંપનીઓને પહેલાથી કોઈપણ પ્રકારની તબીબી સ્થિતિ ધરાવતી વ્યક્તિઓને હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીઓ આપવાનો આદેશ પણ આપ્યો છે. તેમાં કેન્સર, હાર્ટ અને એઈડ્સ જેવી ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓને પણ પોલિસી આપવાનો આદેશ આપ્યો છે. સર્કુલર અનુસાર, IRDAIએ હેલ્થ ઈન્સ્યોરન્સ વેટિંગ પીરિયડને પણ 48 મહિનાને બદલે ઘટાડીને 36 મહિના કરી દીધો છે. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT