IPO Alert: પૈસા રાખો તૈયાર...આવતીકાલે કમાણીની જોરદાર તક, ખુલી રહ્યા છે 4 કંપનીઓના IPO
ગત સપ્તાહ ભલે આઈપીઓ (IPO) માર્કેટની દૃષ્ટિએ બહુ સારું નથી રહ્યું, પરંતુ આવતીકાલે સોમવારથી શરૂ થઈ રહેલા સપ્તાહમાં એક-બે નહીં પરંતુ 4 કંપનીઓ કમાણીની તક આપવાની છે.
ADVERTISEMENT
ગત સપ્તાહ ભલે આઈપીઓ (IPO) માર્કેટની દૃષ્ટિએ બહુ સારું નથી રહ્યું, પરંતુ આવતીકાલે સોમવારથી શરૂ થઈ રહેલા સપ્તાહમાં એક-બે નહીં પરંતુ 4 કંપનીઓ કમાણીની તક આપવાની છે. 22 અને 23 અપ્રિલે ત્રણ કંપનીઓના IPO સબસ્ક્રિપ્શન માટે ખુલવા જઈ રહ્યા (Upcoming IPO) છે. આમાંથી એક મેઈનબોર્ડ ઈશ્યૂ છે, જ્યારે 3 એસએમઈ સેગમેન્ટ આઈપીઓ છે. ચાલો આ ઈશ્યૂની સાઈઝ, પ્રાઈસબેન્ડ સહિત અન્ય જરૂરી જાણકારીઓ પર એક નજર કરીએ...
Varyaa Creations IPO
સોમવારે 22 અપ્રિલે SME સેગમેન્ટમાંમાં વર્યા ક્રિએશન (Varyaa Creations)નો IPO ખુલવા જઈ રહ્યો છે. સોના, ચાંદી અને કિંમતી પથ્થરોના હોલસેલ બિઝનેસ સાથે સંકળાયેલી આ કંપનીનો આઈપીઓ 25 એપ્રિલ સુધી ખુલ્લો રહેશે અને રોકાણકારો તેમાં પૈસા લગાવી શકશે. Varyaa Creations Ltdના IPOનું કદ 20.10 કરોડ રૂપિયા છે અને તેના માટે પ્રાઈસ બેન્ડ 150 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.
આ IPO હેઠળ કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યુવાળા 1,340,000 શેર વેચાણ માટે રજૂ કરશે. વર્યા ક્રિએશન લિમિટેડના શેરનું સંભવિત લિસ્ટિંગ BSE SME પર 30 અપ્રિલે થઈ શકે છે. રોકાણ કરવા ઇચ્છુક રોકાણકારો આ IPO હેઠળ ઓછામાં ઓછા 1000 શેર માટે બિડ કરી શકે છે, જેનો અર્થ છે કે તેમણે ઓછામાં ઓછા 1,50,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
ADVERTISEMENT
Shivam Chemicals Limited IPO
SME સેગમેન્ટમાં આગામી IPO 23 એપ્રિલ મંગળવારના રોજ ખુલશે. આ ઈશ્યૂ શિવમ કેમિકલ્સ લિમિટેડનો છે અને તેના આઈપીઓની સાઈઝ 20.18 કરોડ રૂપિયા છે. રસ ધરાવતા રોકાણકારો 25 એપ્રિલ આ આઈપીઓ ભરી શકે છે. વર્ષ 2010માં સ્થપાયેલ શિવમ કેમિકલ્સ લિમિટેડ હાઈડ્રેટેડ લાઈમ (કેલ્શિયમ હાઈડ્રોક્સાઇડ)નું પ્રોડક્શન કરે છે અને પોલ્ટ્રી ફીડ સપ્લીમેન્ટ (MBM), ડિ-કેલ્શિયમ ફોસ્ફેટ (Feed Grade), મેગ્નેશિયમ ઓક્સાઈડ, લાઈમસ્ટોન પાવડર અને અન્ય સહિત વિવિધ ઉત્પાદનોના માર્કેટિંગ સાથે સંકળાયેલી છે. શિવમ કેમિકલ્સે તેના IPO માટે પ્રાઈસબેન્ડ 44 રૂપિયા સેટ કરી છે અને આ ઇશ્યૂ હેઠળ કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યુ સાથે 4,587,000 શેર ઓફર કરશે. તેનું લિસ્ટિંગ પણ BSE SME પર થશે અને આ માટેની સંભવિત તારીખ 30મી એપ્રિલ નક્કી કરવામાં આવી છે. આમાં લોટ સાઈઝ 3000 શેરની છે અને રોકાણકારે ઓછામાં ઓછા 1,32,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે.
Emmforce Autotech IPO
આ પણ એક SME સેગમેન્ટનો IPO છે અને 23 અપ્રિલે ખુલીને 25 અપ્રિલે ક્લોઝ થશે. Emmforce Autotech IPOના ઈશ્યૂની સાઈઝ 53.90 કરોડ રૂપિયા છે અને તે માટે પ્રાઈઝ બેન્ડ 93-98 કરોડ રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપની 10 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા 5,499,600 શેરને વેચાણ માટે રજૂ કરશે. લોટ સાઈઝની વાત કરીએ તો કંપનીના આઈપીઓના એક લોટ માટે રોકાણકારે ઓછામાં ઓછા 1200 શેર માટે બોલી લગાવવી પડશે અને તેમાં 1,17,600 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ IPOની સંભવિત લિસ્ટિંગ તારીખ પણ 30 એપ્રિલ 2024 છે.
ADVERTISEMENT
JNK India Limited IPO
આવતા અઠવાડિયે રજૂ થનારો ચોથો IPO ઈશ્યુ મેઈનબોર્ડ આઈપીઓ છે. JNK India IPOની સાઈઝ 649.47 કરોડ રૂપિયા છે. આ અંતર્ગત 2 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા 16,015,988 શેર બિડિંગ માટે મૂકવામાં આવશે. કંપનીએ IPO હેઠળ રૂ. 395-415ની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે અને તેની લોટ સાઈઝ 36 શેર છે. આનો અર્થ એ છે કે રોકાણકારે એક લોટ માટે બિડ કરવા માટે ઓછામાં ઓછા 14940 રૂપિયાનું રોકાણ કરવું પડશે. 23 એપ્રિલથી 25 એપ્રિલ સુધી કંપનીના શેરમાં નાણાંનું રોકાણ કરી શકાય છે અને તેનું BSE-NSE પર લિસ્ટિંગ 30 એપ્રિલે થશે.
ADVERTISEMENT
(નોંધ: શેરબજાર અથવા IPO માર્કેટમાં રોકાણ કરતા પહેલા માર્કેટ એક્સપર્ટ્સની સલાહ જરૂર લો.)
ADVERTISEMENT