March Closing પહેલા પૂર્ણ કરો આ 5 કામ, નહીં તો ઈન્કમ ટેક્સની નોટિસ આવશે, હજારોનો દંડ પણ લાગશે
5 crucial personal finance tasks to complete before March 31: માર્ચ મહિનાને હવે પૂરા થવામાં થોડા થોડા દિવસો જ વધ્યા છે ત્યારે આ મહિનો નાણાંકીય વર્ષની દ્રષ્ટિએ પણ ખૂબ જ જરૂરી હોય છે. આ મહિને નાણાકીય વર્ષ 2023-24 પણ પૂર્ણ થઈ જશે અને એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ નાણાકીય વર્ષ 2024-25 ની શરૂઆત થશે. આ નાણાકીય વર્ષમાં કેટલા મહત્વના કર્યો કે જે તમારે પૂર્ણ કરવા ખૂબ જ જરૂરી છે.
ADVERTISEMENT
5 crucial personal finance tasks to complete before March 31: માર્ચ મહિનાને હવે પૂરા થવામાં થોડા થોડા દિવસો જ વધ્યા છે ત્યારે આ મહિનો નાણાંકીય વર્ષની દ્રષ્ટિએ પણ ખૂબ જ જરૂરી હોય છે. આ મહિને નાણાકીય વર્ષ 2023-24 પણ પૂર્ણ થઈ જશે અને એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ નાણાકીય વર્ષ 2024-25 ની શરૂઆત થશે. આ નાણાકીય વર્ષમાં કેટલા મહત્વના કર્યો કે જે તમારે પૂર્ણ કરવા ખૂબ જ જરૂરી છે.
1. Updated ITR Filing
આ મહિનો ટેક્સપેયર્સની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. 31 માર્ચ સુધી પોતાનું અપડેટેડ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવું આવશ્યક હોય છે. FY 2020-21 (AY 2021-22) માટે અપડેટેડ રિટર્ન આ તારીખ સુધી ફાઈલ કરવામાં આવી શકે છે. એવા ટેક્સપેયર્સ જેમણે આ નાણાકીય વર્ષમાં પોતાનું રિટર્ન ફાઈલ કર્યુ નહતું કે પછી કોઈ કારણોસર બાકી રહી ગયું છે અથવા ઈનકમ ટેક્સ રિટર્નમાં અમુક ખોટી માહિતી ફાઈલ કરી દીધી હતી તો આવી સ્થિતિમાં તેઓ માર્ચ મહિના સુધીમાં અપડેટેડ રિટર્ન ફાઈલ કરી શકે છે.
2. TDS Filing
TDS Filing માટે માર્ચની 30 માર્ચ પહેલા ચલણ સ્ટેટમેન્ટ ફાઈલ કરવુ પડશે. એટલે કે ટેક્સ છૂટ માટે ટેક્સપેયર્સને માર્ચમાં ટીડીએસ ફાઈલિંગ સર્ટિફિકેટ બતાવવુ પડશે. સેક્શન 194-IA, 194-IB અને 194M હેઠળ ટેક્સ ડિડક્શન થયુ છે તો આ માટે ચલણ સ્ટેટમેન્ટ ફાઈલ કરવુ ખૂબ જ આવશ્યક છે.
ADVERTISEMENT
3. GST Composition Scheme
વર્તમાન GST ટેક્સપેયર્સ FY 2024-25 માટે GST Composition Scheme ને લઈ 31 માર્ચ સુધી અપ્લાય કરી શકે છે. જે એક વધુ સિંપ્લીફાઈડ ટેક્સ સ્ટ્રક્ચર સ્કીમ છે. આ માટે તેમને CMP-02 ફોર્મ ભરવુ પડશે. આવા જીએસટી ટેક્સપેયર્સ જેમનું વાર્ષિક ટર્નઓવર 1.5 કરોડ રૂપિયા છે. તે આ સ્કીમ હેઠળ અપ્લાય કરી શકે છે.
આ પણ વાંચો:- અસમંજસ: શું લોકસભા ચૂંટણી ઉમેદવારોને નડશે? UPSC, NEET અને CUET સહિતની પરીક્ષાઓની તારીખ બદલાશે!
4. ટેક્સ બાદ લેવા માટે
એપ્રિલથી ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનો સમય પણ શરૂ થઈ જશે. જો FY 2023-24 માટે તમે ઓલ્ડ ટેક્સ રિજીમમાં ટેક્સ ફાઈલ કરી રહ્યા છો તો તમે પોતાના રોકાણ પર ટેક્સ છૂટ પણ ક્લેમ કરી શકો છો. આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ રોકાણ કરીને, તમે તમારી કરપાત્ર આવકમાંથી રૂ. 1,50,000 સુધીની રકમ ટેક્સમાંઠી બાદ લઈ શકો છે. તેમાં જીવન વીમા પૉલિસી માટે ચૂકવવામાં આવેલ પ્રીમિયમ, બાળકોની શાળાની ટ્યુશન ફી, PPF, KVP, સુકન્યા સમૃદ્ધિ યોજના, NSC હોમ લોન હેઠળ ચૂકવવામાં આવેલી મુખ્ય રકમ જેવી રકમનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
5. FASTag KYC Update
ફાસ્ટેગ યુઝર્સ માટે 31 માર્ચની તારીખ પણ મહત્વની છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વપરાશકર્તાઓ માટે ફાસ્ટેગની KYC વિગતો અપડેટ કરવાની સમયમર્યાદા લંબાવી છે. અગાઉ આ માટેની છેલ્લી તારીખ 29મી ફેબ્રુઆરી હતી જે હવે બદલીને 31મી માર્ચ કરવામાં આવી છે. તમારી ફાસ્ટેગ કંપની અનુસાર, તમે નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શનની વેબસાઈટ અથવા ઈન્ડિયન હાઈવેઝ મેનેજમેન્ટ કંપની લિમિટેડના પોર્ટલ પર જઈને તમારા ફાસ્ટેગની KYC વિગતો અપડેટ કરી શકો છો. જો તમે આમ નહીં કરો તો 1 એપ્રિલથી તમારું ફાસ્ટેગ એકાઉન્ટ અને ડિવાઈસ અમાન્ય થઈ જશે.
ADVERTISEMENT
ADVERTISEMENT