બેફામ બનેલા ONGCને 50 લાખનો દંડઃ ભરૂચમાં 25 અબોલ જીવોએ તરફડીને મોત મળ્યું હતું

Urvish Patel

ADVERTISEMENT

ONGC
ONGC
social share
google news

દિગ્વિજય પાઠક.વડોદરાઃ વાગરાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25 થી વધુ ઉંટના મોત મામલે ONGCને રૂ.50 લાખનો દંડ ફટકારાયો છે. ગાંધીનગર GPCB એ પર્યાવરણ પ્રોટેક્શન એક્ટ હેઠળ નોટિસ પણ ફટકારી છે. ગંધારમાં કંપનીની ક્રૂડ ઓઇલ પાઇપલાઇન લિકેજના કારણે પર્યાવરણને પણ નુકસાન થયેલું છે. ઊંટોના મોત મામલે હજી પોસ્ટમોર્ટમ અને FSLનો રિપોર્ટ આવવાનો બાકી છે. જે પછી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી વિગતો સામે આવી રહી છે.

ભુજના માનકુવા પાસેના ધોરીમાર્ગ પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવકના મોત

અબોલ જીવોના મોત વધારે દયનીય
વાગરાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણી પીવાથી 25 થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં પર્યાવરણને નુકસાન પહોંચાડનાર ONGCને 50 લાખ રૂપિયાનો દંડ ફટકાવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ચાંચવેલ પાસે આવેલ કચ્છી પુરા ગામ ખાતે એક સાથે 25 જેટલાં ઊંટ મોતને ભેટી જતા પશુપાલક પર દુ:ખનો પહાડ તુટ્યો હતો. એક બાદ એક અચાનક ટપો ટપ ઊંટ એ ડમ તોડી દેતા પશુપાલકને લાખોનું નુકસાન તો થયું જ હતું. પરંતુ અબોલ જીવોએ તરફડીને દમ તોડ્યો હતો તે વધારે દયનીય હતું. ભરૂચના વાગરા તાલુકાના કચ્છીપુરા ગામે કેમીકલયુક્ત પાણીના પગલે 25 થી વધુ ઉંટના મોત નિપજવાની ઘટનામાં તંત્રએ કડક એક્શન લીધા છે. તેલના દરિયા ઉપર તરત સૂકાભંઠ વિસ્તાર સમાન ભરૂચ જિલ્લામાં ONGC ની પાઇપલાઇનમાં લિકેજના કારણે ક્રૂડઓઇલ મિશ્રિત પાણી કચ્છીપુરા નજીક એકત્ર થયું હતું. જે પાણી પીવાથી ઊંટના મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. આ મામલે સ્પષ્ટ નિષ્કર્ષ સુધી પહોંચવા ઊંટના પોસ્ટમોટર્મ અને FSL રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, લીકેજના કારણે ઓઈલનું નાનું તળાવ બનવાથી પર્યાવરણને નુકસાન પહોંચાડનાર ONGCને ગાંધીનગર GPCB એ 50 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT