‘હું તને બરબાદ કરી નાખીશ’, Ex ગર્લફ્રેન્ડે ધમકી આપતા IPL ક્રિકેટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી

Yogesh Gajjar

• 02:23 AM • 26 Dec 2023

KC Cariappa Police complaint: સ્પિન બોલર કેસી કરિઅપ્પા આ દિવસોમાં ચર્ચામાં છે. કેસી કરિયપ્પાએ તેની પૂર્વ પ્રેમિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કરિયપ્પાએ આરોપ લગાવ્યો…

gujarattak
follow google news

KC Cariappa Police complaint: સ્પિન બોલર કેસી કરિઅપ્પા આ દિવસોમાં ચર્ચામાં છે. કેસી કરિયપ્પાએ તેની પૂર્વ પ્રેમિકા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કરિયપ્પાએ આરોપ લગાવ્યો છે કે તેની ગર્લફ્રેન્ડે તેની કારકિર્દી ખતમ કરવાની ધમકી આપી છે. જેના કારણે કરિઅપ્પાએ તેની ગર્લફ્રેન્ડ વિરુદ્ધ પોલીસમાં FIR નોંધાવી છે.

આ પણ વાંચો

કેસી કરિઅપ્પા IPL 2023માં રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો. પરંતુ IPL 2024ની મિની ઓક્શન પહેલા રાજસ્થાનની ટીમે તેને રિલીઝ કરી દીધો હતો. વર્ષ 2024માં કેસી કરિઅપ્પાને કોઈ ટીમે ખરીદ્યો નથી. આઈપીએલની હરાજીમાં તે વેચાયા વગરનો રહ્યો. રાજસ્થાન પહેલા કેસી કરિઅપ્પા કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ માટે પણ રમ્યો હતો.

ગર્લફ્રેન્ડે લગાવ્યો હતો આ આરોપ

કરિઅપ્પા નગસંન્દ્રના રામૈયા લેઆઉટમાં રહે છે. તેણે બગલાગુંટે પોલીસને જણાવ્યું કે, તેની ભૂતપૂર્વ પ્રેમિકા ડ્રગ એડિક્ટ છે. તેણે તેની આદતને છોડાવવાનો ઘણો પ્રયાસ કર્યો. પરંતુ તે સુધરી રહી નથી. TOIના અહેવાલ મુજબ, 31 ડિસેમ્બર, 2022ના રોજ, કરિઅપ્પાની ગર્લફ્રેન્ડે તેની વિરુદ્ધ બગલાગુંટે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેણે આરોપ મૂક્યો હતો કે, કરિઅપ્પાએ તેને ગર્ભવતી બનાવી હતી અને સપ્ટેમ્બરમાં તેને બળજબરીથી ગર્ભપાતની ગોળીઓ ખવડાવી હતી.

કરિયર ખતમ કરી નાખવાની ધમકી આપી

કરિયપ્પાએ તાજેતરમાં કરેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે, તેણે તેની ગર્લફ્રેન્ડને દારૂ છોડી દેવા માટે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેણે તેની વાત ન સાંભળી, ત્યારે કરિઅપ્પાએ તેની ગર્લફ્રેન્ડને છોડી દેવાનો નિર્ણય કર્યો. આનાથી ગુસ્સે થઈને તેની ગર્લફ્રેન્ડે તેને ધમકી આપી કે જો તેણે આમ કર્યું તો તે આત્મહત્યા કરશે અને તેના નામે એક સુસાઈડ નોટ લખી દેશે અને તેનાથી કરિઅપ્પાની આખી ક્રિકેટ કારકિર્દી ખતમ થઈ જશે.

2015ની હરાજી કરિઅપ્પા માટે યાદગાર રહી. 2015ની IPLની હરાજીમાં કરિઅપ્પાને કોલકાતા નાઈટ રાઈડર્સે 2 કરોડ 40 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. કરિયપ્પા રૂ. 10 લાખની બેસ પ્રાઈસ સાથે ઓક્શનમાં ઉતર્યો હતો. પરંતુ KKR ટીમે તેને 2 કરોડ 40 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

    follow whatsapp