IPL 2024 Points Table: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં રોમાંચક મેચોનો તબક્કો ચાલુ છે. 3 એપ્રિલ સુધી IPL 2024માં કુલ 16 મેચ રમાઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) હાલમાં IPL 2024 ના પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. જ્યારે પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI) છેલ્લા સ્થાને છે.
ADVERTISEMENT
IPLની એલિમિનેટર અને ફાઈનલ ક્યાં રમાશે?
વર્ષ 2023ની જેમ આ સિઝનમાં પણ 74 મેચો રમાવાની છે. લીગ તબક્કાની છેલ્લી મેચ 19 મેના રોજ રમાશે.લીગ તબક્કા પછી પ્લેઓફનું આયોજન કરવામાં આવશે. IPL 2024ની પ્લેઓફ મેચો 21મી મેથી શરૂ થશે અને IPLની ફાઈનલ 26મી મેના રોજ રમાશે. પ્રથમ ક્વોલિફાયર મેચ 21 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. અહીં 22મી મેના રોજ એલિમિનેટર મેચ રમાશે. 24 મેના રોજ, બીજી IPL ક્વોલિફાયર મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. 26મી મેના રોજ ચેપોકમાં ફાઈનલ રમાશે.
આ પણ વાંચો:- IPL 2024: 'હું ઈચ્છું કે Virat kohli...' ત્રણ મેચમાં હાર બાદ AB de Villiers એ RCB ટીમને આપી સલાહ
ચૂંટણીના કારણે IPLની મેચમાં નહીં પડે બ્રેક
ભારતમાં આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને કારણે BCCIએ અગાઉ માત્ર 17 દિવસનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. આ સમયગાળા દરમિયાન લીગની કુલ 21 મેચો 7મી એપ્રિલ સુધી રમવાની હતી અને ત્યારબાદ બોર્ડ દ્વારા બાકીનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું હતું જે મુજબ 8 એપ્રિલથી 26મી મે સુધીનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ 8 એપ્રિલે ચેપોકમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે.
ADVERTISEMENT
