IPL ની વચ્ચે CSKને મોટો ઝટકો, દીપક ચહર બાદ આ સ્ટાર ખેલાડી પણ થયો બહાર

Gujarat Tak

05 May 2024 (अपडेटेड: May 5 2024 5:16 PM)

Matheesha Pathirana hamstring injury: આજે IPL 2024ની 53મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ સામે રમાઈ રહી છે. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

 Matheesha Pathirana hamstring injury

IPL ની વચ્ચે CSKને મોટો ઝટકો

follow google news

Matheesha Pathirana hamstring injury: આજે IPL 2024ની 53મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ સામે રમાઈ રહી છે. પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મથીશા પથિરાના (Matheesha Pathirana) ટીમમાંથી બહાર થયા છે. તેઓ હેમસ્ટ્રિંગની ઈજાના કારણે શ્રીલંકા પરત ફર્યા છે. આ પહેલા ફાસ્ટ બોલરે મુસ્તાફિઝુર રહેમાન બાંગ્લાદેશ પરત ફર્યા હતા. ટીમના ફાસ્ટ બોલર દીપક ચહર પણ ઈજાગ્રસ્ત છે. 3 ફાસ્ટ બોલરોની ઈજાએ CSKની મુશ્કેલીઓ વધારી દીધી છે. આજે ટીમ શાર્દુલ ઠાકુર અને તુષાર દેશપાંડે સાથે મેદાનમાં ઉતરી છે.

આ પણ વાંચો

આ પણ વાંચોઃ બંધ DJ...પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે જામનગરમાં ભાજપના 'મેડમ'નો શાંત પ્રચાર

 

CSK એ આપી માહિતી 

ચેન્નાઈ સુપર કિંગ્સે સોશિયલ મીડિયા દ્વારા મથીશા પથિરાનાની ઈજા અંગે અપડેટ આપી છે. CSK દ્વારા જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ, 'ચેન્નાઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર મથીશા પથિરાના હેમસ્ટ્રિંગની ઈજાથી પીડાઈ રહ્યા છે અને સારવાર માટે શ્રીલંકા પરત જશે. ફાસ્ટ બોલરે IPL 2024માં છ મેચ રમી અને 7.68ની ઈકોનોમી સાથે 13 વિકેટ લીધી.

CSK એ અત્યાર સુધી જીતી 5 મેચ 

IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સે 10 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન ટીમે 5માં જીત અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે. જો 5 વખતની વિજેતા ટીમ પ્લેઓફમાં સ્થાન મેળવવા માંગે છે, તો તેણે તેની આવનારી તમામ અથવા ઓછામાં ઓછી 3 મેચો જીતવી પડશે. 

    follow whatsapp