Rajyog in Libra: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચંદ્રમાને મન, માતા, મનોબળ, ડાબી આંખ અને છાતીના કારક ગ્રહ માનવામાં આવે છે. માનવામાં આવે છે ચંદ્ર દેવ દર અઢી દિવસે રાશિ પરિવર્તન કરે છે. સાથે જ કોઈને કોઈ ગ્રહની સાથે યુતિ બનાવતા રહે છે. ચંદ્રમાના રાશિ પરિવર્તનથી શુભ અને અશુભ રાજયોગ રચાય છે. જણાવી દઈએ કે હોળીના દિવસે ચંદ્ર દેવ કન્યા રાશિમાં રહેશે. જ્યાં પહેલેથી જ કેતુ ગ્રહ બિરાજમાન છે. આવી સ્થિતિમાં હોળી પર ચંદ્રમા કેતુની સાથે મળીને ગ્રહણ લગાવી રહ્યા છે. તેના બે દિવસ બાદ જ ચંદ્ર દેવ તુલા રાશિમાં ગોચર કરી જશે. તુલા રાશિમાં ચંદ્ર દેવના પ્રવેશ કરવાથી ગજકેસરી રાજયોગ બનશે.
ADVERTISEMENT
27 માર્ચે તુલા રાશિમાં ડબલ ગજકેસરી રાજયોગ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 27 માર્ચના રોજ ચંદ્ર દેવ તુલા રાશિના લગ્ન ભાવમાં ગોચર કરશે. સાથે જ બુધ અને ગુરુ પણ ચૌથા ભાવમાં બિરાજમાન રહેશે. જણાવી દઈએ કે, 27 માર્ચે ચંદ્રમા પર બુધની સાથે-સાથે ગુરુની પણ નજર પડશે. ત્રણેય ગ્રહો મળીને ફરીથી ગજકેસરી રાજયોગ બનાવશે. એટલે કે તુલ રાશિમાં ચંદ્ર દેવ 27 માર્ચે ડબલ ગજકેસરી રાજયોગ બનાવશે. તો આજે આ આર્ટિકલમાં જાણીશું કે ડબલ ગજકેસરી રાજયોગથી કઈ-કાઈ રાશિઓ પર શું-શું પ્રભાવ પડશે.
મકર રાશિ
હોળીના બે દિવસ પછી તુલા રાશિમાં ગજકેસરી યોગ બનવાથી મકર રાશિના જાતકો માટે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. મકર રાશિના જાતકોને અચાનક ધન લાભ થઈ શકે છે. જ્યોતિષના જણાવ્યા અનુસાર, મકર રાશિના જાતકો માટે 27 માર્ચ બાદ ત્રણ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આવી સ્થિતિમાં જાતકને બિઝનેસમાં ગજબનો લાભ થશે. સાથે જ ઘરમાં સુખ-શાંતિ બની રહેશે. નવું વાહન અને મિલકત વગેરે ખરીદી શકો છો. એકંદરે મકર રાશિવાળા જાતકોને તમામ ક્ષેત્રોમાં લાભ મળશે.
તુલા રાશિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તુલા રાશિના જાતકો માટે ડબલ ગજકેસરી રાજયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. જે લોકો રાજનીતિના ક્ષેત્રમાં કરિયર બનાવવાનું વિચારી રહ્યા છે, તેમની ઈચ્છાઓ પૂર્ણ થશે. સાથે જ બિઝનેસમાં ડબલ ફાયદો થઈ શકે છે. જે લોકો નોકરી કરી રહ્યા છે તેમને વધુ સારી નોકરી મળી શકે છે. માનસિક તણાવથી રાહત મળશે.
વૃશ્ચિક રાશિ
તુલા રાશિમાં ડબલ ગજકેસરી રાજયોગ બનવાથી વૃશ્ચિક રાશિના જાતકોને ઘણો લાભ થશે. કારણ કે ચંદ્ર વૃશ્ચિક રાશિના 12મા ભાવમાં વિરાજમાન રહેશે. આવી સ્થિતિમાં વૃશ્ચિક રાશિવાળા લોકોને વિદેશ જવાની તક મળી શકે છે. વેપારમાં પણ બમણો લાભ થવાની સંભાવના છે.
ADVERTISEMENT