મુંબઈ સહિત આ વિસ્તારમાં આગામી 3 કલાકમાં વરસાદ સાથે વાવાઝોડાની આગાહી, જાણો શું કહ્યું હવામાન વિભાગે

Niket Sanghani

21 Mar 2023 (अपडेटेड: Mar 21 2023 7:09 AM)

મુંબઈ:  ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે . જેમાં આગામી ત્રણથી ચાર કલાકમાં મુંબઈ, થાણે અને રાયગઢ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વીજળીના ચમકારા, હળવાથી…

rain fall

rain fall

follow google news

મુંબઈ:  ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે . જેમાં આગામી ત્રણથી ચાર કલાકમાં મુંબઈ, થાણે અને રાયગઢ જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં વીજળીના ચમકારા, હળવાથી મધ્યમ વરસાદ અને પવનની ઝડપ 30 થી 40 કિમી પ્રતિ કલાક સુધી રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો

મુંબઈ અને તેના ઉપનગરોના કેટલાક ભાગોમાં 21 માર્ચની સવારે વાદળછાયું આકાશ જોવા મળ્યું હતું કારણ કે શહેરમાં અચાનક વરસાદ પડ્યો હતો. જો કે, આના પરિણામે મુંબઈના તુર્ભે, ભાંડુપ અને નવી મુંબઈ સહિતના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.આ કમોસમી ભારે વરસાદે થાણે, ગોરેગાંવ, બોરીવલી, જોગેશ્વરી અને અંધેરીમાં વરસ્યો હતો. આ ઉપરાંત વિક્રોલી અને ઘાટકોપર વિસ્તારમાં હળવો વરસાદ થયો હતો. પરંતુ આગામી કેટલાક કલાકોમાં આ વરસાદ દાદર, પરેલ અને દક્ષિણ મુંબઈ તરફ આગળ વધે તેવી શક્યતા છે.

30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે
આગામી ત્રણથી ચાર કલાકમાં, મુંબઈ, થાણે અને રાયગઢ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં વીજળીના ચમકારા, હળવાથી મધ્યમ વરસાદ અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની વાવાઝોડાં જોવા મળે તેવી શક્યતા છે. IMD મુંબઈએ કહ્યું કે બહાર જતી વખતે સાવચેતી રાખો. મંગળવારે વહેલી સવારથી થાણે, ગોરેગાંવ અને બોરીવલી વિસ્તારોમાં વરસાદે વરસ્યો હતો. પરંતુ આગામી કેટલાક કલાકોમાં આ વરસાદ દાદર, પરેલ અને દક્ષિણ મુંબઈ તરફ આગળ વધે તેવી શક્યતા છે. વીજળીના ચમકારા અને ગાજવીજ અને વરસાદની સામાન્ય સ્થિતિને કારણે કામ અર્થે બહાર ગયેલા મુંબઈકરોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ હાલમાં હળવાથી મધ્યમ વરસાદનો અનુભવ કરી રહ્યું છે .

આ પણ વાંચો: VIDEO: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર બન્યો ‘સિંઘમ’, દરવાજો તોડીને એન્ટ્રી કરી, પછી ગુંડાઓને ધોઈ નાખ્યા
માર્ચના માવઠાને લઈ IMD પુણેએ જણાવ્યું હતું કે દર વર્ષે માર્ચ મહિનામાં ગાજવીજ સાથે હળવા વરસાદના છૂટાછવાયા ઝાપટાં જોવા મળે છે. પેટર્ન વેધર ફોરકાસ્ટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે માર્ચમાં વરસાદ આબોહવા પરિવર્તનને કારણે નથી, પરંતુ નિયમિત ઘટના છે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp