VIDEO: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ક્રિકેટર બન્યો ‘સિંઘમ’, દરવાજો તોડીને એન્ટ્રી કરી, પછી ગુંડાઓને ધોઈ નાખ્યા

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓપનર શિખર ધવન સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. તે પોતાના અંગત જીવન સાથે જોડાયેલી તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતો રહે છે. ખાસ કરીને ગબ્બર સોશિયલ મીડિયાના સૌથી લોકપ્રિય પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર જોવા મળે છે. ધવનને રીલ્સ બનાવવામાં વધુ રસ છે. તે ઈન્સ્ટા પર સતત રીલ્સ શેર કરતો રહે છે. તેણે અન્ય ભારતીય ક્રિકેટરો સાથે પણ ઘણી રીલ કરી છે. એવામાં હવે શિખર ધવનનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોલીસની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે અને ગુંડાઓને મારપીટ કરી રહ્યો છે.

સિંઘમના રૂપમાં દેખાયો શિખર ધવન
શિખર ધવને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે બોલિવૂડ એક્ટર અજય દેવગનની સિંઘમ ફિલ્મની જેમ પોલીસ યુનિફોર્મમાં જોવા મળે છે. એટલું જ નહીં તે સિંઘમની સ્ટાઈલમાં ગુંડાઓને પણ માર મારી રહ્યો છે. તેના વીડિયોના બેકગ્રાઉન્ડમાં સિંઘમ ફિલ્મનું ગીત પણ વાગી રહ્યું છે. આ નવો લુક ગબ્બર પર ઘણો જ સારો લાગે છે. તેને આ અનોખા અંદાજમાં જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને શિખરના આ વીડિયો પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા. આ વીડિયો શેર કરતી વખતે ગબ્બરે તેના કેપ્શનમાં કહ્યું છે કે, તે બહુ જલ્દી કંઈક નવું કરતા જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

આ પણ વાંચો

ADVERTISEMENT

હાલ ટીમમાંથી બહાર શિખર ધવન
નોંધનીય છે કે, અનુભવી બેટ્સમેન શિખર ધવન હાલમાં ભારત માટે કોઈ ફોર્મેટ નથી રમી રહ્યો. શિખરના સતત ફ્લોપ રહ્યા બાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. જો કે, ટીમ ઈન્ડિયાની બ્લુ જર્સીમાં ફરીથી રમવું તેના માટે મુશ્કેલ લાગે છે.

    follow whatsapp

    ADVERTISEMENT