શું ફરી આવશે લોકડાઉન…માસ્ક અને કોવિડ? એશિયામાં કોરોનાની દસ્તક, માર્ગદર્શિકા જાહેર

malay kotecha

14 Dec 2023 (अपडेटेड: Dec 14 2023 8:56 AM)

Covid-19 Cases Increase in South Asia: દક્ષિણપૂર્વ એશિયાની ઘણી સરકારોએ કોવિડ-19 મહામારીને ફેલાતી રોકવા માટે અત્યારથી જ પગલા ભરવાના શરૂ કરી દીધા છે. જેમાં એરપોર્ટ…

gujarattak
follow google news

Covid-19 Cases Increase in South Asia: દક્ષિણપૂર્વ એશિયાની ઘણી સરકારોએ કોવિડ-19 મહામારીને ફેલાતી રોકવા માટે અત્યારથી જ પગલા ભરવાના શરૂ કરી દીધા છે. જેમાં એરપોર્ટ પર તાપમાન સ્કેનર (Temperature Scanner) અને લોકો માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. સરકારોનું લક્ષ્ય છે કે આ પ્રકારની સવાચેતીથી તેઓ વાયરસને ફેલાતો રોકી શકે છે.

આ પણ વાંચો

લોકોને સતાવી રહ્યો છે ડર

આ પ્રકારના ઉપાયોથી આ દેશોના લોકો ખૂબ ચિંતિત છે, તેમને ડર સતાવી રહ્યો છે કે ક્યાંક ફરી એકવાર 2020 જેવી પરીસ્થિતિ ન સર્જાય. જેવું મહામારીની શરૂઆતમાં થયું હતું. આ વચ્ચે સિંગાપુરના વાઈસ પ્રેસિડેન્ટ લોરેન્સ વોન્ગે કહ્યું કે આ બધી અફવાહ છે કે ફરી એકવાર 2020 જેવી પરિસ્થિતિ સર્જાશે.

સિંગાપોરમાં વધી રહ્યા છે કેસ

સિંગાપોરના આરોગ્ય મંત્રાલયનું માનીએ તો 2 ડિસેમ્બરે પૂર્ણ થયેલ સપ્તાહમાં કોવિડના કુલ કેસ 32 હજાર થઈ ગયા. જોકે, ગત અઠવાડિયા સુધી 22 હજારની આસપાસ હતા. નિવેદન જાહેર કરીને એક અધિકારીએ કહ્યું કે, આંકડામાં વધારો થવાના ઘણા કારણો છે. જેમાં મુખ્ય કારણ લોકોની ઘટી રહેલી રોગપ્રતિકારક શક્તિ છે. સાથે-સાથે તહેવારની સિઝનમાં મોટી સંખ્યામાં લોકો બહાર ફરવા ગયા હતા, તે પણ એક કારણ છે. તમને જણાવી દઈએ કે સિંગાપોરમાં કોવિડ કેસ વાયરસ JN 0.1 વેરિઅન્ટના છે. જે BA 2.86 વેરિઅન્ટનો સબ વેરિએન્ટ જ છે. હાલમાં આ વાયરસ સિંગાપોરમાં 60 ટકા કોવિડ કેસ માટે જવાબદાર છે.

મલેશિયા-ઇન્ડોનેશિયાએ માર્ગદર્શિકા બહાર પાડી

સ્ટ્રેટ્સ ટાઈમ્સ અખબારે બુધવારે જણાવ્યું કે,ઈન્ડોનેશિયામાં અધિકારીઓએ કેટલાક સ્થળોએ તપાસ માટે થર્મલ સ્કેનર લગાવ્યા છે. તેમાં જકાર્તાના ઈન્ટરનેશનલ એરપોર્ટ અને બાટમ ફેરી ટર્મિનલનો પણ સમાવેશ થાય છે. આરોગ્ય મંત્રાલયે પણ ઈન્ડોનેશિયાના લોકોને વિનંતી કરી છે કે જે વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, તે વિસ્તારોમાં ન જાવ. બીજી તરફ, મલેશિયામાં કોવિડના કેસ એક અઠવાડિયામાં લગભગ બમણા થઈ ગયા છે. 2 ડિસેમ્બરે પૂરા થયેલા સપ્તાહમાં 6,796 કેસ નોંધાયા હતા. જે ગયા સપ્તાહ સુધી માત્ર 3 હજાર હતા.

    follow whatsapp